Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ડીસાના માલગઢના યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકવતાં ચકચાર

ડીસાના માલગઢના યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરતા ચકચાર મચી હતી.મૃતકની લાશને પી.એમ અર્થે ડીસા સિવિલમાં ખસેડવામાં આવી હતી.

  આ અંગે મળતી વિગત મુજબ ડીસા તાલુકાના માલગઢ ગામે 27 વર્ષીય ઘનશ્યામભાઈ પરષોત્તમભાઈ માળી મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા.અગમ્યકારણો સર તેને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી હતી.

બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.આ બાબતની જાણ થતા ડીસા રૂરલ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી હતી.લાશને પી.એમ અર્થે ડીસા સિવિલમાં ખસેડવામાં આવી હતી.રૂરલ પોલીસે આ યુવકે આત્મહત્યા કેમ કરી છે કે કેમ તેને લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

(10:40 pm IST)