Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ડીસામાં ધોળા દિવસે આંગડિયા પેઢીના કર્મચારીને તીક્ષ્‍‍ણ હથિયારના ઘા મારી લાખોની લૂંટ :સનસનાટી

અશ્વિન આંગડિયા પેઢીના કર્મચારી લુંટાયો : હવામાં ફાયરીગ કરી બે બેગમાં ભરેલા લાખો રૂપિયાની લૂંટ ચલાવી ફરાર

ડીસાના હીરા બજાર વિસ્તારમાં  ધોળા દિવસે હવામાં ફાયરીગ કરી આંગડિયા પેઢીના કર્મચારીને તીક્ષ્‍ણ હથિયારના ઘા મારી લાખો રૂપિયાની લુંટ ચલાવાયાની ઘટનાથી ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.    

   આ અંગે મળતી વિગત મુજબ સફેદ ગાડીમાં આવેલા કોઈ અજાણ્યા શખ્સો કે.અશ્વિન આંગડિયા પેઢીના કર્મચારીને તીક્ષ્‍ણ હથિયારના ઘા મારી હવામાં ફાયરીગ કરી બે બેગમાં ભરેલા અંદાજીત લાખો રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા

 . બનાવની જાણ થતા ડીસા શહેર દક્ષિણ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી અને ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર અર્થે ડીસા સિવિલમાં ખસેડાયો હતો. જોકે,અંદાજીત લાખો રૂપિયાની લૂંટ થઈ હોવાનું અનુમાન થઇ રહ્યું છે. પોલીસે શહેરભરમાં નાકાબંધી કરી લુંટારૂઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવથી શહેરભરમાં ભારે ચકચાર મચી ગઈ છે.

(9:29 pm IST)
  • ભારતે ચીનના 10 દરિયાઇ જહાજોને શરણ આપી છે, ચીની જહાજ ચક્રવાત વાયુમાં ફસાઇ ગયા હતા, આ જહાજને મહારાષ્ટ્રના રત્નાગીરી બંદર પર શરણ આપવામાં આવી છે. ભારતના તટરક્ષક મહાનિરિક્ષક કે આર સુરેશે જણાવ્યું કે ભારતીય તટરક્ષક દળે ચીનના 10 જહાજોને સુરક્ષાઘેરામાં રહેવાની અનુમતી આપી દીધી છે. access_time 12:45 am IST

  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST

  • ૮૦૦ કિ.મી.ના વ્યાસમાં વાવાઝોડુ : પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને દીવમાં અસર કરશે : હવામાન વિભાગના જયંત સરકારે જણાવ્યુ કે ગુજરાત ઉપરથી મહદઅંશે ખતરો ટળી ગયો છે પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડશે : વાવાઝોડુ સૌરાષ્ટ્રને હિટ નહિં કરે બે દિવસ વાવાઝોડાની અસર વર્તાશે access_time 3:33 pm IST