Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

માતર પોલીસે બાતમીના આધારે ધમધમતા જુગારધામ પર દરોડા પાડી 6 શકુનિઓની ધરપકડ કરી

માતર: પોલીસની ટીમે મળેલી માહિતીના આધારે ગતરોજ માતર તાલુકાના ઉંટઈ ગામમાં ઓલ મોટી કેનાલની બાજુના ખુલ્લી જગ્યામાં ચાલતાં જુગારધામ પર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે પત્તાપાનાનો જુગાર રમતાં નિકુલભાઈ ગભરૂભાઈ રાઠોડ, અજીતભાઈ જેસંગભાઈ જાદવ અને શંભુભાઈ ભીખાભાઈ રાઠોડ (તમામ રહે.ઉંટઈ)ને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. પકડાયેલા જુગારીઓ પાસે અંગજડતીમાંથી રૂ.૧૦૫૦ તેમજ દાવ પરના રૂ.૩૨૦ મળી કુલ રૂ.૧૩૭૦ની મત્તા મળી આવી હતી. જે પોલીસે જપ્ત કરી ત્રણેય જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

જ્યારે મહુધા પોલીસે ચોખંડી ભાગોળ વિસ્તારમાં દરોડો પાડી પત્તાપાનાનો જુગાર રમતાં અલ્લારખા કાલુમીયાં મલેક, સાકીરહુસેન ગુલામરસુલ મલેક અને સલીમુઉદ્દીન સદરૂદ્દીન કાજી (તમામ રહે.દરગાહ મહોલ્લો,ચોખંડી ભાગોળ,મહુધા) ને ઝડપી પાડ્યાં હતાં. તેમની પાસે અંગજડતીમાંથી રૂ.૫૯૦ તેમજ દાવ પરના રૂ.૧૨૦ મળી કુલ રૂ.૭૧૦ મળી આવ્યાં હતાં. જે પોલીસે જપ્ત કરી ત્રણેય જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:37 pm IST)