Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ખેડા જિલ્લા એલસીબીએ મહુધા-વડતાલમાંથી અઢી લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી

ખેડા જિલ્લા એલસીબીએ મહુધા-વડતાલમાંથી અઢી લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી ખેડા: જિલ્લા એલસીબી પોલીસે મહુધા-ડડુસર રોડ પર આવેલ એક ગોડાઉન તેમજ ખેતરમાં દરોડો પાડી સંતાડી રખાયેલા ૭૨ હજારની કિંમતના દારૂ સાથે એક બુટલેગરને પકડી પાડ્યો હતો. જ્યારે ચકલાસી પોલીસે વડતાલ પંથકમાંથી સતત બીજે દિવસે ગાડીમાં લઈ જવાતો રૂ.૧.૮૭ લાખનો દારૂ ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળે છે. 

આ અંગે મળતી માહિતી મુજબ ખેડા જિલ્લા એલસીબી પોલીસની ટીમ ગતરોજ મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતી. તે દરમિયાન મહુધામાં આવેલ ચોખંડી ભાગોળ વિસ્તારમાં રહેતાં નાસીરહુસેન ગુલામહુસેન મલેકે તેના ડડુસર રોડ પર આવેલ ગોડાઉન તેમજ ખેતરની વાડમાં ડારૂ સંતાડી રાખ્યો હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની ટીમે નાસીરહુસેન મલેકના ડડુસર રોડ પર મુસીબતનગરમાં આવેલા ગોડાઉનમાં તેમજ ગોડાઉનની સામે આવેલ તેના ખેતરમાં દરોડો પાડ્યો હતો. જ્યાં ચેકિંગ હાથ ધરતાં ગોડાઉન તેમજ ખેતરની કબ્રસ્તાન બાજુની વાડમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના પરપ્રાંતની વિદેશી દારૂની ૧૮૦ નંગ બોટલો કિંમત રૂ.૭૨,૦૦૦ ની મળી આવી હતી. પોલીસે આ દરોડામાં દારૂ તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૭૨,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર નાસીરહુસેન ગુલામહુસેન મલેકની ધરપકડ કરી હતી. 

(5:35 pm IST)