Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ખેડા જિલ્લા નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં દુબઈથી પરત આવતા ખંભાતના પરિવારને અકસ્માત નડતા 3 મોતને ભેટ્યા: 2ને ગંભીર ઇજા

ખેડા: જિલ્લાના માતર પાસે ને. હા.નં.૪૮ પર આજે સવારે સર્જાએલ અકસ્માતમાં ૩ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઇજા થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇકો કારના ચાલકે બેફીકરાઇ અને ગફલતભરી રીત ેકાર ચલાવી આગળ જતા કંટેનર સાથે કાર ભટકાવી દેતા ઘટના ઘટી હતી. જે બાબતે માતર પોલીસે ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને પગલે કારમાં બેઠેલા સેવંતીલાલ શંકરભાઇ પટેલ (ઉ.વ.૭૧), હિમાશું સેવંતીલાલ પટેલ ઉ.વ.૩૫) તેમજ અંજનાબેન સેવંતીલાલ પટેલ (ઉ. વ. ૬૫)ને ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે હેલીબેન હિમાંશુભાઇ પટેલ અને કારના ડ્રાઇવર રાકેશભાઇ પ્રવિણભાઇ પટેલને ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. સમગ્ર ઘટના અંગે માત પોલીસ મથકે ઇકો કારના ચાલક વિરૂધ્ધ બેફીકરાઇ અને ગફલતભરી રીતે કાર હંકારી અકસ્માત સર્જવા બાબતે ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

(5:34 pm IST)