Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વડોદરા: રેલવે સ્ટેશન પર પાણીની બોટલ લેવા ઉતરવું શખ્સને ભારે પડ્યું: 6.40 લાખની ચોરી કરી ગઠિયો ફરાર

વડોદરા:રેલવે સ્ટેશન પર ઉભેલી ટ્રેનના રિઝર્વેશન કોચમાંથી રૃા.૬.૪૦ લાખ કિંમતના સોના-ચાંદીના દાગીના, મોબાઇલ સહિતની મત્તા મુકેલું પર્સ આંચકી  ગઠિયો ફરાર થઇ ગયો છે.

વેસ્ટ મુંબઇમાં મીનીલેન્ડ પાસે ડાર્લીંગ એપાર્ટેમેન્ટમાં રહેતા આશીષ શંકર માલીવાલ રિલાયન્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમને વડોદરા રેલવે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે દાહોદમાં બહેનના દિયરના લગ્નપ્રસંગમાં પત્ની આસ્થા સાથે આવ્યા હતા અને લગ્નપ્રસંગ પૂર્ણ થતાં દાહોદ રેલવે સ્ટેશન પરથી જયપુર-મુંબઇ સુપરફાસ્ટ ટ્રેનના રિઝર્વેશન કોચમાં બેસી મુંબઇ પરત જતા હતાં.

(5:32 pm IST)
  • વિડીયો : કચ્છના રાપરમાં મોડી સાંજથી વાયુ વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ હોવાનું સ્કાયમેટે એક વિડીયો પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે. access_time 10:27 pm IST

  • ૧૫મી સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે : તોફાની પવન ફૂંકાશેઃ હવામાન વિભાગના ડાયરેકટર શ્રી જયંત સરકારે જણાવ્યું કે વેરાવળથી દક્ષિણ પશ્ચિમે ૧૧૦ કિ.મી. અને પોરબંદર દક્ષિણે ૧૫૦ કિ.મી. દૂર છે. વાવાઝોડુ લેન્ડ નહિં થાય પણ જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે. આજથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે access_time 11:37 am IST

  • રાજકોટમાં સવારે ઝાપટુ વરસ્યુઃ ગઈસાંજથી સતત વાદળોનો ગંજારવ : સવારે ભેજનું પ્રમાણ ૯૨%: રાજકોટ શહેરમાં આજે સવારથી છવાયેલા વાદળો વચ્ચે સવારે ૭:૩૦ વાગ્યાથી ધીમીધારે છાંટા ચાલુ થયા હતા. થોડીવાર એવુ લાગતુ હતું કે હમણા તૂટી પડશે પણ હળવો વરસી ગયા બાદ વરસાદ બંધ થયો હતો. હવામાન વિભાગમાં સવારે ૮:૩૦ વાગ્યે ૯૨% ભેજ નોંધાયો છે, જયારે ૧૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. આ લખાય છે ત્યારે સવારે ૧૦:૧૫ વાગ્યે વાદળો છવાયેલા છે access_time 10:57 am IST