Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વડોદરામાં સવા લાખ રૂપિયાની લાંચ લેવાના પ્રકરણમાં ઝડપાયેલ વુડાના જુનિયર ટાઉન પ્લાનરની જામીન અરજી કોર્ટમાં મુકાઈ

વડોદરા: શહેરમાં પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ આપવામાટે સવા લાખ રૃપિયાની લાંચ લેતા  રંગેહાથે પકડાયેલા વુડાના જુનિઅર ટાઉન પ્લાનરે જામીન પર મુક્ત થવા માટે સેશન્સ  કોર્ટમાં અરજી કરી છે.

આ અંગેની વિગત એવી છે કે પાદરામાં સ્કુલ બાંધવાનું કામ રાખનાર આર્કિટેકટ એન્જિનિયરે પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ  મેળવવા માટે વુડામાં અરજી કરી હતી. 

(5:32 pm IST)
  • મહાદેવની કૃપાથી ધીમે-ધીમે બહાર આવી રહ્યા છીએ : વિજયભાઈનું સતત મોનીટરીંગ : નીતિનભાઈ ભારદ્વાજ : ભાજપ પ્રદેશ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ સોમનાથદાદાના દર્શને ગયા છે. તેઓએ જણાવેલ કે મહાદેવની કૃપાથી આપણે ધીમે - ધીમે બહાર આવી રહ્યા છીએ. કોઈ મોટી જાનહાની ન થાય તે માટે સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સતત વોચ રાખી રહ્યા છે. access_time 12:53 pm IST

  • પોરબંદર જીલ્લામાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ : પોરબંદર જીલ્લામાં ર૪ કલાકમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. પોરબંદરમાં ૧૩ મીમી રાણાવાવમાં ૧૯ મીમી. તથા કુતિયાણામાં ૪ મીમી. વરસાદ નોંધાયો છે. access_time 8:56 pm IST

  • સૌરાષ્ટ્રના ૬૦ તાલુકામાં વરસાદઃ ૪૮ કલાકમાં ૧૦ ઇંચ સુધીનો ભારે વરસાદ પડવા તાકીદ : ૧૩૫ થી ૧૪૦ કી.મી. ઝડપે પવન ફુંકાશેઃ લોકો ગભરાય નહિઃ સુરક્ષીત સ્થળે જ રહેવા અપીલઃ ૨૩૭૯ ગામડાઓને અસરઃ તંત્ર ખડેપગે access_time 11:37 am IST