Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

અમદાવાદમાં અકસ્માતના જુદા-જુદા ત્રણ બનાવમાં કમકમાટી ભર્યા મોત

અમદાવાદ: અકસ્માતના ત્રણ અલગ અલગ બનાવમાં હેલ્મેટ સર્કલ અને બાપુનગરમાં મ્યુનિ.ની બસે ટક્કર મારતા બે જણાના મોત થયા હતા. જ્યારે અસલાલીમાં કારએ અડફેટે લેતા એક બાઈકચાલક મોતને ભેટયો હતો. પ્રથમ બનાવની વિગત મુજબ દરિયાપુરમાં કડીયાનાકા મોટીપોળમાં રહેતો પવન વિનોદચંદ્ર પ્રજાપતિ (૨૯) એસ.જી હાઈવે પર એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. ૧૧ જુનના રોજ તે કંપનીના કામથી પ્સર બાઈક લઈને વિજય ચાર રસ્તાથી હેલ્મેટ સર્કલ તરફ જઈ રહ્યો હતો. દરમિયાન પુરપાટ ઝડપે જઈ રહેલી રૃટ નંબર ૫૨ ની એએમટીએસ બસે બાઈકને પાછળથી ટક્કર મારતા પવનના માથામાં અને શરીર પર ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું હતુ. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(6:01 pm IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • અમરેલી જિલ્લા પોલીસ બેડામાં ધરખમ ફેરફાર : જિલ્લાના 18 પોલીસ અધિકારીઓની અરસપરસ બદલી : અન્ય 28 પોલીસ કર્મીઓને એલસીબી, એસઓજી, પેરોલ્ફલો સ્કોવ્ડ્માં નિમણૂકના હુકમો કરતા એસપી શ્રી નિર્લિપ્ત રાય : ધારી સીપીઆઈના શ્રી પી.વી.જાડેજાને સાવરકુંડલા ટાઉન પીઆઇની ફરજ સોંપાઈ access_time 11:00 pm IST

  • રાજસ્થાનમાં ભાજપના પૂર્વ નગરસેવિકાનો આપઘાત : બૂંદીના ભાજપના પૂર્વ નગરસેવિકા મમતા વર્માએ ઘરકંકાસથી કંટાળીને ગળેફાંસો ખાદ્યો : ઇન્દિરા કોલોનીમાં રહેતા મમતાએ સાડીનો ફાસો બનાવી આપઘાત કર્યો : તેના પુત્ર સાથે ઝઘડો થતા અંતિમ પગલું ભર્યું access_time 11:52 pm IST