Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

વિસનગરના ખડલપુરના યુવાને પરાણે પતિત્વ ભોગવ્યું : લગ્ન નોંધણી કરાવી ધમકાવીને શારીરિક સબંધો બાંધ્યા !!

વિસનગર તા. ૧૩ : તાલુકાના ખદલપુરના યુવાન સામે એક યુવતીએ બળજબરી પૂર્વક શારિરીક સંબંધો બાંધવા અંગે ફરિયાદ નોંધાવી છે.વિસનગર પોલીસેઙ્ગ તપાસ હાથ ધરી છે.

ઙ્ગયુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે ચિરાગ પટેલ નામના યુવાને તેની સાથે પ્રેમ સંબંધ બાંધી સારી વાતો કરી વિશ્વાસમાં લઈ લગ્ન નોંધણી કરાવી હતી. બાદમાં ડરાવી ધમકાવી મરજી વિરૂધ્ધ શારિરીક સંબંધો બાંધ્યા હતા અને યુવતી તેની સાથે રહેવા ન માંગતી હોવા છતાં છુટાછેડા ન આપી પત્ની તરીકે રાખવા માટે પ્રયત્ન કર્યો હતો. આ બનાવ અંગે શહેર પોલીસે યુવતીની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

(2:45 pm IST)
  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • રીચર્ડ હેડલીને કેન્સર, ઓપરેશન કરાયુ : ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર રીચર્ડ હેડલીને કેન્સર, તબીબો દ્વારા ટ્યુમરનું ઓપરેશન કરવામાં આવ્યુ : ૬૬ વર્ષના હેડલીને કીમોથેરાપી કરવામાં આવશે. ૪૦૦ વિકેટ લેનાર પ્રથમ બોલર બનેલા : ૧૯૯૦માં ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી access_time 3:38 pm IST

  • અમદાવાદઃ વાણસી સાબરમતી એકસપ્રેસ રદઃ ૧૪ જુનથી ૨૪ જુલાઇ સુધી ટ્રેન સેવા પ્રભાવિતઃ વડોદરા - વારાણસી મહામના એકસપ્રેસ પણ રદ access_time 2:43 pm IST