Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ડીમાર્ટ અને ૨૫૦૦ના વાઉચર? સોશ્યલ મિડીયા ઉપર વાયરલ થયેલ લોભામણી ઓફર્સમા નહિ ફસાતા...

અમદાવાદ તા. ૧૩ : બજારમાં અનેક ઓફરોની ભારમાર થતી રહે છે. ઈન્ટરનેટ પર અનેક જાતની લોભામણી ઓફર આપીને ઠગ લોકો અવારનવાર છેતરતા હોય છે. આ જ રીતે સુપરમાર્કેટ ડી માર્ટ ને ભેજાબાજોએ નિશાન બનાવી છે. લોકો વોટસએપ પર એકબીજાને એવો મેસેજ ફોરવોર્ડ કરતા હતા જેમા ઉલ્લેખ હતો કે ડી માર્ટ ૨૫૦૦ રૂપિયાની ફ્રી શોપીંગ વાઉચર્સ આપી રહી છે. ત્યારે શું ખરેખર ડી માર્ટ આવા કોઇ વાઉચર આપી રહી છે.

અનેક લોકોના મોબાઇલ ઉપર આ મેસેજ  ફોરવર્ડ થઇ રહ્યો છે. મેસેજમાં જણાવાયુ છે કે સુપરમાર્કેટ ચેઇન ડી માર્ટ પોતાની ૧૭મી એનિવર્સરી ઉજવી રહ્યુ છે. આથી સુપરમાર્કેટ ચેઇન ૨૫૦૦ રૂપિયાના ફ્રી શોપીંગ વાઉચર્સ આપી રહ્યુ છે. આ સાથે જ મેસેજમાં એક લીંક પણ એટેચ કરવામાં  આવી છે સોસ્યલ મિડીયા પર ફોરવર્ડ થતા  આ મેસેજ બાબતે કંપનીએ સ્પષ્ટતા કરી છે જેમા કહ્યુ છે કે 'છેલ્લા કેટલાક દિવસોથી એક લિંક ફોરવર્ડ થઇ રહી છે. જેમા ઉલ્લેખ કરાયો છે કે ડી માર્ટ ફ્રી વાઉચર્સ આપી રહી છે. મહેરબાની કરી ધ્યાનમાં લો કે અમે આવા વાઉચર્સ ઈશ્યુ કર્યા નથી. આવી લોભામણી ઓફર્સમાં ફસાશો નહી.'

જો ફોરવર્ડ થયેલા મેસેજ તમે ધ્યાનથી જોશો તો તમને જાણ થશે કે આપેલી લીંકમાં (ાં) સ્પેશ્યલ કેરેકટર એટલે કે (ા) તરીકે આપવામાં આવ્યો છે. જ્યારે ઓરિજનલ લિંક http://www.dmartindia. com છે. જો તમે ફેક લિંક પર કિલક કરશો તો તેમા તમારી માહિતી અપલોડ કરવાનુ કહેશે અને આ પછીથી સાઇબર ક્રાઇમ કરનાર ઠગ તમને સરળતાથી છેતરી શકે છે.

એકસપર્ટના જણાવ્યા અનુસર જો ઉપરોકત મેસેજ તમને પણ મળ્યો હોય તો ચેતી જજો . આ મેસેજ તદ્દન ફેક છે. આ મેસેજની  લીંક પર કિલક ન કરશો બાકી તમે મુશ્કેલીમાં ફસાઇ શકો છો હેકર્સ આવા જ યુજર્સની શોધમાં હોય છે. આ ઉપરાંત  કોઇ લોભામણી સ્કીમવાળા મેસેજને ફોરવર્ડ કરવાનુ પણ ટાળવુ હિતાવહ છે.

(12:43 pm IST)