Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

વડોદરા: લંપટ ડોકટરે બોરસદના અનારસમાં પણ ક્લિનિક ખોલ્યું"તું: કામલીલાની જાણ થતા લોકોએ લાલ કલર મારી દીધો

ડોક્ટર પ્રતીક જોશી ત્યાંથી રફુચક્કર :લોકોએ નક્કી કર્યું ડોક્ટરને ગામમાં ઘુસવા નહીં દયે

વડોદરા;શહેરના ગોત્રી ખાતે રહેતા ડોક્ટરે અનગઢ ખાતે હોસ્પિટલ ખોલીને મહિલા દર્દીઓ સાથે કામલીલા આચરી હતી. મહિલા દર્દીઓ સાથેના તેમના વીડિયો વાયરલ થયા બાદ ડોક્ટરે અનગઢ ખાતે પોતાનું ક્લિનિક બંધ કરી દીધું હતું. બાદમાં તેમણે બોરસદ તાલુકાના અનારસ ગામ ખાતે નવું ક્લિનિક શરૂ કર્યું હતું. જોકે, અનારસ ગામના લોકોને ડોક્ટરની કામલીલા અંગે જાણ થઈ જતાં ડોક્ટર ત્યાંથી પણ રફુચક્કર થઈ ગયો હતો. બીજી તરફ ગામ લોકોએ નક્કી કર્યું છે કે હવે તે ડોક્ટરને તેના ગામમાં ઘૂસવા નહીં દે.

   મળતી માહિતી પ્રમાણે ડો. પ્રતિક જોશીએ અનારસ ખાતે 15 દિવસ પહેલા જ ભાડાના મકાનમાં પોતાનું ક્લિનિક શરૂ કર્યું હતું. બાદમાં ગામના લોકોને વાયરલ થયેલા વીડિયો પરથી ખબર પડી હતી કે કામલીલામાં જોવા મળતો ડોક્ટર તેમના ગામમાં નવું દવાખાનું શરૂ કરનાર પ્રતિક જોશી જ છે. આ અંગે ગામના અમુક લોકોએ ડોક્ટરની પૂછપરછ કરી હતી. બાદમાં ડોક્ટર ગામમાંથી ફરાર થઈ ગયો હતો. ડોક્ટર ફરાર થઈ ગયા બાદ ગામના લોકોએ મકાનના બહાર ડોક્ટરના નામના બોર્ડ પર લાલ કલર લગાવી દીધો હતો.

(12:29 pm IST)