Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

મહેસાણામાં 16 વર્ષની કિશોરીનો ગળેફાસો ખાઈ આપઘાત

પિતા સાથે અગાઉ લિવ ઈન રિલેશનશિપમાં રહેતી મહિલાએ ધમકી આપી હતી

મહેસાણામાં ૧૬ વર્ષની કિશોરીએ તેના પિતા સાથે અગાઉ લીવ ઇન રીલેશનશીપમાં રહેતી મહિલાએ આપેલી ધમકીઓને પગલે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરવા પહેલા લખેલી સુસઈટ નોટમાં ચોકવનારા ખુલાસા કર્યા છે,
 
મહિલાએ  કિશોરીને એસિડ છાંટી જિંદગી ખરાબ કરવા સુધીની ધમકીઓ આપતી હતી. તેના કારણે પગલું ભર્યું હોવાની આશંકા સેવાઇ રહી છે. થોડા સમય અગાઉ ડીસાની એક મહિલા સાથે કિશોરીના પિતા લીવ લીવ ઇન રીલેશનશીપમાં રહેતા હતા. જો કે સંબંધો વધુ નહિ ટક્યા નહોતા. જો કે મહિલાએ પતિને રિલેશનશીપ કેમ તોડી નાખી તેવું કહીને રૂપિયા 25 લાખની માંગણી કરી હતી અને મહેસાણા છોડી દેવાની ધમકી પણ આપી હોવાનો મહિલા પર આરોપ છે. આ ધમકીઓથી આખરે કંટાળેલી કિશોરીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

(9:44 pm IST)
  • પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાને બ્રેક : કાલે બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શકયતા નહિવત:હાલના ભાવ મુજબ પેટ્રોલ લીટરે 75.75 રૂપિયા ડીઝલનો ભાવ 72.75 રૂપિયા યથાવત રહેશે : ભાવમાં મોટાભાગે કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 11:04 pm IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST

  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST