Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

વોલમાર્ટ-ફ્લિપકાર્ટની ડીલ વિરુદ્ધ ફેટ મેદાને : બીજી જુલાઈએ અમદાવાદ સહીત દેશભરમાં વિરોધ પ્રદર્શન

અમદાવાદ: વોલમાર્ટે દેશની જાયન્ટ ઇ-કોમર્સ કંપની ફ્લીપકાર્ટની 16 અજબ ડોલરની ડીલને લઇ દેશભરના વેપારીઓમાં વિરોધ જાગ્યો છે ત્યારે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (ફેટ) દ્વારા અમદાવાદમાં દેશભરના વેપારીઓની બે દિવસીય સંમેલનમાં નિર્ણય લેવાયો છે કે આગામી 2 જુલાઇના રોજ અમદાવાદ સહિત અનેક રાજ્યોમાં 1000થી વધુ વિરોધ પ્રદર્શન કાયક્રમો કરવામાં આવશે. ફેટની માંગ છે કે સરકાર વોલમાર્ટની ડીલને રદ કરે અને ઇ-કોમર્સ માટે ચોક્કસ નિતી બનાવે અને એક ઓથોરિટીનું પણ નિર્માણ કરે.

 ફેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી ભરતિયાએ જણાવ્યુ હતુ કે આ વખતે અમે ઇડી અને આરબીઆઇની સાથે આ મુદાને અંતિમ સુધી લઇ જવાશે. જેમાં ફ્લિપકાર્ટ અને વોલમાર્ટના માલિકો પણ સામેલ છે. ઇ-કોમર્સ કંપનીની વિરૂધ્ધ કોઇ કાર્યવાહી નહી કરવામાં આવે ત્યાં સુધી અમે શાંતીથી બેસીસુ નહી. તેમણે વધુમાં કહ્યુ છે કે જ્યાં સુધી ઇ કોમર્સ પોલીસી ન બની જાય ત્યાં સુધી ત્યાં સુધ એફડીઆઇ પોલીસીની પ્રેસનોટ3નું કડકથી પાલન કરવા આદેશ જારી કરવામાં આવે, જેને દેખવા માટે વેપારીઓ અને ઇ-કોમર્સ કંપનીઓની એક વિશેષ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવે.

  તેમણે એમ પણ જણાવ્યુ છે ઇ-કોમર્સ પોલિસી બનાવવામાં વેપારીઓને પણ વિશ્વાસમાં લેવામાં આવે. ઇ-કોમર્સ કંપનીઓ ખુલ્લેઆમ કરોડોનો કારોબાર કરી રહી છે જેની પોલીસી હોવા છતાં સરકાર મુક પ્રેક્ષકની જેમ તમાશો જોઇ રહી છે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરાતી નથી.જો કે વાણીજ્ય મંત્રાલયે પણ હજુ છેલ્લા ચાર વર્ષોમાં સ્થાનિક વ્યાપારને મજબુત કરવા એકપણ મિટીંગ બોલાવી નથી. આમ સરકારની ઇ-કોમર્સ કંપનીઓને ફાયદો કરી આપવાની સરકારની આ નિતીના કારણે વેપારીઓ રોષે ભરાયા છે.

(9:19 am IST)