Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

સુરત પાસના કન્વીનર અલ્પેશ પટેલ પર હુમલા મામલે એક આરોપીની ધરપકડ

ક્રાઈમબ્રાંચે પ્રતીક કચ્છી નામનાં આરોપીને દબોચી લઈને કાપોદ્રા પોલીસના હવાલે કર્યો

સુરતઃસુરત પાસના કન્વીનર અલ્પેશ કથિરીયા પર હુમલા મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે પ્રતીક કચ્છી નામનાં આરોપીની ધરપકડ કરીને તેને કાપોદ્રા પોલીસનાં હવાલે કર્યો હતો.

 અત્રે ઉલ્લેખનીય છે કે સુરત પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા પર હુમલો કરવામાં આવ્યો  હતો જેમાં વરાછામાં તાપી દર્શનનાં ગેટે કારમાં આવેલાં 5 શખ્સોએ હુમલો કર્યો હતો. આ મામલે કથિરીયાએ અભીજીરા અને તેનાં સાગરીતો સામે ફરિયાદ પણ નોંધાવી હતી. ઘરનાં ગેટ પાસે જ અલ્પેશ કથીરિયા પર હુમલો કરનારાઓ પાસે તિક્ષ્‍ણ હથિયાર હતાં અને આ હુમલામાં આ અલ્પેશ કથીરિયાને ઇજા પણ પહોંચી છે.

(10:33 pm IST)
  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • મુંબઇમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ : મુંબઇના વર્લીમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગીઃ ૧૦ થી વધુ ફાયરની ગાડી ઘટના સ્થળેઃ ફાયર રેસ્કયુની કામગીરી ચાલુ access_time 3:46 pm IST

  • સુરતમાં પ્લાસ્ટીક પાઉચના ઉપયોગ પર આજથી પ્રતિબંધ access_time 2:43 pm IST