News of Wednesday, 13th June 2018

કેન્દ્રની એપોઇન્ટમેન્ટ કમિટિએ ગુજરાતના અતુલ કરવલ અને પ્રવિણ સિંહા સહિત દેશના ૩૦ સિનિયર આઇ.પી.એસ અધિકારીઓને એડીશ્નલ ડીજીપી સમકક્ષ અધિકારી તરીકે ઇમપેનલ્ડ ઉપર મંજુરીની મ્હોર મારી

રાજકોટઃ તાજેતરમાં મળેલી કેન્દ્રની એપોઇન્ટમેન્ટ કમિટિએ ગુજરાતના કેડરના આઇપીએસ અતુલ કરવલ અને પ્રવિણ સિંહા સહિત દેશના ૩૦ સિનિયર આઇ.પી.એસ અધિકારીઓને એડીશ્નલ ડીજીપી સમકક્ષ અધિકારી તરીકે ઇમપેનલ્ડ ઉપર મંજુરીની મ્હોર મારી છે

અત્રે એ યાદ રહે કે ૧૯૮૮ બેચના અતુર કરવલ અને પ્રવિણ સિંહાની ગણત્રી ગુજરાતના કાર્યદક્ષ અને સ્વચ્છ છબી ધરાવતા અધિકારી તરીકે થાય છે.

અતુલ કરવલ કેન્દ્રમાં સીઆરપીએફમાં ફરજ બજાવે છે. તેઓ રાજકોટ રૃરલ સહિત વિગેરે સ્થળોએ પ્રસશંનીય કામગીરી બજાવી છે. પ્રવિણ સિંહાએ સૌરાષ્ટ્રના ઉત્તર અને સાઉથ બન્ને ક્ષેત્રે અર્થાત જુનાગઢ રેન્જ તથા રાજકોટ રેન્જમાં બજાવેલી ફરજને આજે પણ લોકો યાદ કરે છે. તેઓ હાલમાં સીબીઆઇ દિલ્હી સાથે સીબીઆઇમાં સાઉથના રાજયનો પણ હવાલો ધરાવે છે.

(9:06 pm IST)
  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • testing title access_time 10:45 am IST