News of Wednesday, 13th June 2018

અમરેલી જિલ્લાના પીપાવાવ ગામના ૩૦૦ જેટલા અગરિયા મજુરો છેલ્લા ૪૪ દિવસથી ઉપવાસ ઉપરઃ ખારાશવાળી જમીનનો હિસ્સો સરકારે GHCL ને આપી દેતા રોજી રોટીને ફટકો

અમરેલી: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનું પીપાવાવ ગામ ના ૨૫૦ થી ૩૦૦ જેટલા ગામજનો છેલ્લા ૪૪ દિવસોથી પ્રાંત કચેરી રાજુલા ખાતે પ્રતિક ધરણા ઉપવાસ આંદોલન ચલાવી રહયા છે, આઆંદોલનમાં પાંચ (પ) વ્યકિતઓ ૩૩ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહયા છે, ગામજનો ને પોતાના ઘર આંગણે મીઠુ પકવવાનું કામ કરવાન સમુદ્ર એ વ્યવસ્થા આપી છે પરંતુ પડતર ખારાશ વાળી સરકારી ગામની જમીનનો મોટો હિસ્સો GHCL  કંપનીને સંપાદિત કરી દેવાયો છે આ કંપની આધુનિક ઉપકરણો થી મીઠુ પકવવાનું ચાલુ કરતા છેલ્લા ૧૬ વર્ષથી ગામજનોને મીઠા ઉત્પાદનનું કામ કરવા દહેજ સુધી જવું પડે છે. પોતાના નાના બાળકોને સાથે લઇ જવાથી તેઓનું શિક્ષણ બગડે છે. ભવિષ્ય રોળાય છે. બાકીની પડતર સરકારી ગામસર્વે ની જમીન અન્ય ગામનાં માથાભારે લોકોને મીઠા ઉદ્યોગ માટે ફાળવેલ તેઓએ બાજુની અન્ય જમીનો પર દબાણ કર્યુ છે. GHCL કંપનીએ પણ દબાણો કર્યા છે,GHCL કંપની અને ભુમાફિયાઓને ફાળવેલ જમીનની લીઝ પુર્ણ થઇ જવા છતાં હજુ ભોગવટો ચાલુ છે, ગામજનો ને પોતાના ગામસર્વે નંબરની જમીનો પર ભુમાફિયાઓ પગ મુકવા દેતા નથી. ત્યારે ગામજનોની (૧) GHCL કંપની અને અન્ય ગામનાઓ એ કરેલ દબાણ હટાવવા, (ર) GHCL કંપની અને ભુમાફિયાઓ એ કરેલ શરતભંગની કાર્યવાહી કરવા, (૩) ખાલી થયેલ ગામ સર્વેની જમીનો ગામજનોને રોજી રોટી માટે ફાળવવા, (૪) બેરોજગાર યુવાનોને રોજગાર આપવા જેવી વ્યાજબી માંગણીઓ પુરી કરવા વિનંતી છે. આ આંદોલન માં ૯૦ % થી વધુ કોળી સમાજના લોકો હોઇ તેમને ન્યાય કરવા આપ સાહેબની આવેદન પત્ર આપી અમારી રજુઆત છે, જો ગામજનોને વહેલી તકે આ મુદાઓ બાબતે ન્યાય આપવામાં નહિ આવે તો સુરતમાં વસતા સમસ્ત કોળી સમાજ દ્વારા જન આંદોલન કરાશે, રસ્તા રોકો આંદોલન કરાશે, જેલ ભરો આંદોલન કરાશે અને ગામજનોને ન્યાય ન મળતા આવા આંદોલનો કરવાની ફરજ પડશે તો તેની તમામ જવાબદારી સરકારી તંત્ર અને આપ સાહેબની રહેશે. અમો સુરતનાં કોળી સમાજના યુવાનો આપ સાહેબશ્રી ને આ બાબતે આવેદન આપી જણાવીએ છીએ, અમારી ઉપરોકત રજુઆત સરકારશ્રી સુધી પહોચાડી ગ્રામજનોને વહેલી તકે ન્યાય અપાવવા આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી સહ રજુઆત છે...

તેવું ગુજરાત જનચેતના પાર્ટીના શ્રી મનુભાઇ પી. ચાવડાના અહેવાલ દ્વારા શ્રી જયુ ગજેરા ૃંૅં ૯૬૦૧૯૮૫૫૮૯ ની યાદી જણાવે છે.

(7:22 pm IST)
  • મુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાને બ્રેક : કાલે બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શકયતા નહિવત:હાલના ભાવ મુજબ પેટ્રોલ લીટરે 75.75 રૂપિયા ડીઝલનો ભાવ 72.75 રૂપિયા યથાવત રહેશે : ભાવમાં મોટાભાગે કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 11:04 pm IST

  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST