Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

રાજપીપળા ગાંધી ચોક પાસેથી ઇકો ગાડીમાં સાત માણસો બેસાડી જતા ચાલક સામે ગુનો નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એમ.વી. રોડ પાસે આવેલા ગાંધી ચોક પાસેથી પોલીસે ઇકો ગાડીમાં વધુ માણસો બેસાડી જનાર ચાલક સામે કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા પીએસઆઇ આઈ. આર.દેસાઈએ વાહન ચર્કિંગ દરમ્યાન ગાંધી ચોક પાસેથી બુધવારે સાંજે ઇકો ગાડીમાં સાત માણસો બેસાડી જઈ જાહેરનામાનો ભંગ કરનાર રાકેશભાઈ ભીખાભાઈ વસાવા(રહે.વરખડ તા - નાંદોદ )ને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી.

(10:37 pm IST)
  • ફરી રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાએ માથું ઊંચક્યું : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 359 અને ગ્રામ્યના 332 કેસ સાથે કુલ 691 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:39 pm IST

  • રાજકોટમાં ફૂંકાતા તીવ્ર પવનો વચ્ચે ગરમીમાં આંશિક રાહત : રાજકોટ શહેરમાં બપોરે ૩ વાગ્યે ૩૯ ડિગ્રી, ૨૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે : ગરમીમાં આંશિક રાહત જોવા મળી રહી છે access_time 4:16 pm IST

  • આજે સવારે દ્વારકાના દરિયા કાંઠે સિક્કાથી વેરાવળ જઈ રહેલું કોલસા ભરેલુ વહાણ તણાઈ આવ્યું હતું. તેમાં આઠ ખલાસીઓ છે, તે બધા ભારતીય છે. આઇબી અને પોલીસ દોડી ગઈ છે. ( દીપેશ સામાણી અકિલા, દ્વારકા) access_time 11:02 am IST