Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

બીમારી મગજ સુધી પહોંચી, પ્રથમ બે કેસ સુરતમાં નોંધાયા

મ્યુકોરમાઈકોસિસ બીમારથી ગંભીર સ્થિત : સારવાર ન થાય તો દદીંના દાંત, જડબા, નાકનો ઉપરનો ભાગ કે પછી આંખ પણ કાઢી લેવાની નોબત આવે છે

સુરત,તા.૧૩ : કોરોના બાદ હવે બધું એક નવી બીમારીએ લોકોને ભરડામાં લીધા છે, આ બીમારી છે મ્યુકોરમાઇકોસીસ. કોરોનાની સાથે મ્યુકોરમાઈકોસિસના કેસ ઝડપથી ગંભીર બનતા જાય છે. ગંભીર બિમારીના લક્ષણો જોવા મળતા આ દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે નવી સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં હાલ ૨૫ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, જે પૈકી ૩ દર્દીઓની સફળ સર્જરી કરવામાં આવી છે. અત્યારસુધી શહેરની વિવિધ હોસ્પિટલમાં ૧૮૫ દર્દીઓ નોંધાયા છે.

જે પૈકી ૬૭ સાજા થઈ પરત ઘરે ફર્યા છે અને ૯૯ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. તો આ બીમારીને લઈ ૧૬ દર્દીઓના મોત નિપજ્યા છે. જો કે હવે આ બીમારી મગજ સુધી પહોચી ગઈ છે. જેના રાજ્યમાં પ્રથમ બે કેસ સુરતમાં નોંધાયા છે. જેને લઈને તબીબોમાં ચિંતા વધવા પામી છે. સુરતમાં કોરોનામાંથી સજા થયા બાદ મ્યુકોરમાઇકોસિસ નામનો નવો રોગ હવે લોકોને ભીંસમાં લઇ રહ્યો છે.

ચિંતાની વાત એ છે કે, આ રોગની પ્રારંભિક લક્ષણો સમયે જ સારવાર ન થાય તો દદીંના દાંત, જડબા, નાકનો ઉપરનો ભાગ કે પછી આંખ પણ કાઢી લેવાની નોબત આવે છે. દર્દીને મોતથી બચાવવો હોય તો સંક્રમિત અંગો કાઢી લઈને અન્ય અંગોમાં એને ફેલાતો રોકવા સિવાય બીજો કોઈ ઈલાજ નથી.

આ જોખમી રોગ કોરોનામાં ઓક્સીજન સહિતના ગંભીર તબક્કામાંથી પસાર થયેલા કે પછી સાજા થયેલા દર્દીઓને જ વધુ થાય છે. જો કે મ્યુકોરમાઈકોસિસના કેસ ઝડપથી ગંભીર બનતા જાય છે. મગજ સુધી બ્લેક ફંગસ પહોંચી જવાના ગુજરાતના પ્રથમ ૨ કેસ સુરતમાં નોંધાયા છે. શહેરની સિવિલ, સ્મીમેર અને કિરણ હોસ્પિટલ મળીને કુલ ૧૮૫ દર્દીઓ સારવાર હેઠળ છે.

મ્યુકોરમાઈકોસિસના દર્દીઓને સાજા કરવા માટે આપવામાં આવતા એમ્ફાથેરાસિન બી ઈન્જેક્શનના ૧૫૦થી ૧૮૦ ડોઝમાં ધ્યાન નહીં રાખવામાં આવે તો કિડનીને મોટું નુકસાન થઈ શકે છે. ૧૮૦ ઈન્જેક્શન આપવાના હોય ત્યારે વારંવાર દર્દીઓને નીડલ ઘોંચવી ન પડે માટે ગરદન પાસેથી સેન્ટ્રલ વેઈન હૃદય સુધી પસાર કરવામાં આવે છે.

૨૫૦ એમજીના વિવિધ ડોઝ દર્દીઓને તેમના શરીરની સ્થિતિ જાણીને આપવા પડે છે. આમ, દિવસમાં ૫થી ૭ ઈન્જેક્શન આપવા પડે છે. તેમાં ખૂબ સાવચેતી અનિવાર્ય છે. કોઈક દિવસ ઈન્જેક્શન નહીં આપી દિવસ ખાલી પણ છોડવો પડે છે. ધ્યાન ન રાખવામાં આવે તો, કિડની ડેમેજ થઈ શકે છે. ફૂગને નિયંત્રણ કરીને તેને ફેલાતા અટકાવી શકે તે માટે એમ્ફાથેરાસિન બી સહિતના ઈન્જેક્શનને તૈયાર કરવાની પ્રક્રિયા જ લાંબી છે.

(9:09 pm IST)
  • કર્ણાટક હાઈકોર્ટે ગુરુવારે રાજ્યમાં કોરોના રસીની અછત અને લોકોને બીજો ડોઝ મેળવવામાં વિલંબ થતો હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ અભય ઓકા અને ન્યાયાધીશ અરવિંદ કુમારની ખંડપીઠે કહ્યું હતું કે રાજ્યમાં માત્ર 11 લાખ રસીઓ બાકી છે, જ્યારે 31 લાખ લોકો રસીના બીજા ડોઝ માટે કતારમાં ઉભા છે. હાઈકોર્ટે રસીની તીવ્ર ઉણપને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો હતો કે શું રસીનો બીજો ડોઝ લેવો એ મૂળભૂત અધિકાર નથી? access_time 10:48 pm IST

  • સિવિલ સર્વિસીઝ પ્રિલીમ્સની પરીક્ષાઓ મોકૂફ: ૧૦ ઓકટોબરે લેવાશે : ૨૭ જુને યોજાયેલ સિવિલ સર્વિસીઝ પ્રિલીમ્સની પરીક્ષાઓ "યુપીએસસી"એ મુલતવી રાખી છે અને હવે આ પરીક્ષાઓ ૧૦ ઓકટોબરે લેવામાં આવશે. access_time 4:55 pm IST

  • મધ્યપ્રદેશમાં ૮૪૧૯ નવા કેસ નોંધાયા, ૭૪ મૃત્યુ અને કોરોનાના સાજા થયેલા દર્દીઓનો આંક ૧૦,૧૫૭ એટલે કે કોરોનાના નવા કેસ કરતા સાજા થવાનો આંક દોઢ હજાર વધુ રહ્યો છે. access_time 9:56 pm IST