Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ગુજરાત જાહેર સેવા અયોગ્ય દ્વારા નાયબ સેક્શન ઓફિસરની પરીક્ષાનું પરિણામ જાહેર

કુલ ૧૫૪ જગ્યા માટે મુખ્ય લેખીત પરીક્ષમાં 2054 ઉમેદવારોએ ભાગ લીધો હતો :જયારે પ્રાથમિક પરીક્ષામાં 2,34,724 ઉમેદવારો નોંધાયા હતા

અમદાવાદ : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર ૨૦/૨૦૧૯-૨૦, નાયબ સેકસન ઓફિસર  ( DySo )ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ ૧૫૪ જગ્યા માટે મુખ્ય લેખીત પરીક્ષા ૨૪ અને ૩૧ જાન્યુઆરી,૨૦૨૧ દરમિયાન યોજવામાં આવી હતી જેમાં ૨૦૫૪ ઉમેદવારોએ ભાગ લીધો હતો જ્યારે પ્રાથમિક પરીક્ષા ૮ ડિસેમ્બર,૨૦૧૯ ના રોજ કુલ ૩૨ જિલ્લામાં  યોજવામાં આવી હતી આશરે ૨,૩૪,૭૨૪ ઉમેદવારો નોધાયા હતા.

(8:37 pm IST)