Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

કઠલાલ તાલુકાના અભીપુર ગામે આડા સંબંધનો વ્હેમ રાખી શખ્સને મોતનેઘાટ ઉતારવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો

કઠલાલ:તાલુકાના અભીપુર તાબે આવેલ સોનલપુરામાં આડા સંબંધના વ્હેમમાં પુરુષનો જીવ લીધો છે. રાત્રીના સમયે કુટુંબી ભાભીને મળવા જનાર વ્યક્તિ પર પરિવારજનોએ હિંચકારો હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી મૃત્યુ નીપજાવ્યું હતું. આ બનાવ અંગે મરણજનારની માતાએ કઠલાલ પોલીસ મથકે ચાર વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગતો અનુસાર સોનલપુરા તાબે અભ્રિપુરમાં રહેતા બળદેવભાઇને કુંટુબી દિયરના દિકરાની પત્ની સાથે આડોસંબંધ હતો. છ મહિના અગાઉ બેસતા વર્ષના દિવસે બળદેવભાઇ દિયરના દિકરાની વહુ સાથે મજાક કરતા હતા. તે સમયે કુંટુબના અન્ય વ્યક્તિઓએ બોલાચાલી કરી હતી. ગત તા.૧૦-૫-૨૧ ની રાતના સમયે બળદેવભાઇ તેમની માતા ઘરે હાજર હતા તે સમયે મોડી રાતના ચારેક વાગ્યાની અરસામાં કુંટુંબી દિયર મેલાભાઇ, તેમનો દિકરો ભરતભાઇ અને અરવિંદભાઇ,દેરાણી કમળાબેન ઘર આગળ આવ્યા હતા.અને કહેલ કે બળદેવ ક્યા ગયો તેમ કહી બૂમો પાડતા બળદેવભાઇના માતા જાગી ગયા હતા તે સમયે મેલાભાઇ,અરવિંદભાઇ હાથમાં લાકડીઓ,ભરતભાઇ હાથમાં પંજેઠી,કમળાબેનના હાથમાં લાકડાનુ ધોકરણુ હતુ.

ચારેય વ્યક્તિઓ ઘરમાં આવી બળદેવભાઇને માથાના ભાગે લાકડીઓ અને ધોકરણા વડે મારવા ફરી વળ્યા હતા.તે સમયે બળદેવભાઇની માતા કમળાબેન છોડાવવા માટૈે વચ્ચે પડયા હતા.અને આ બનાવની ડઘાઇ ગયેલ દિકરીઓ રડવાનુ ચાલુ કરતા નજીકમાં રહેતા બળદેવભાઇના ભાઇ કલ્પેશ અને તેમની પત્ની રેખાબેન આવી બળદેવભાઇને વધુ મારમાથી છોડાવ્યા હતા.આ અંગે બળદેવભાઇની માતાએ પૂછતા મેલાભાઇ કહેલ કે બળદેવભાઇ રાતના સમયે અમારા ઘરે મારા દિકરાની વહુને મળવા આવ્યો હતો.તેને અમે જોયો હતો.જેથી આજે તેને જીવતો રહેવા દેવાનો નથી.તેમ કહી ચારેય વ્યક્તિઓ બળદેવભાઇને ફરી મારમારવા લાગ્યા હતા.વળી ભારતભાઇએ તેના હાથમાં રહેલ પંજેઠી બળદેવભાઇને શરીરે મારતા લોહી નિકળવા લાગ્યુ હતુ.

(5:21 pm IST)