Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

વડોદરાના માંજલપુર વિસ્તારમાં 18 વર્ષીય યુવતીએ રહસ્યમય સંજોગોમાં ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા ચકચાર

વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારમાં ૧૮ વર્ષની યુવતીએ રહસ્યમય સંજોગોમાં ગળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલ સ્વામિસુર્યનારાયણનગરમાં રહેતા સંતોષભાઇ માલુસરે ખાનગી  સિક્યુરિટિ એજન્સીમાં ફરજ બજાવે છે. તેમના ત્રણ સંતાનો પૈકી ૧૮ વર્ષની રોશનીએ ધોરણ-૧૦ સુધીનો અભ્યાસ કર્યો છે. ગઇકાલે ઘરના સભ્યો અગાસી પર ઊંઘી ગયા હતા અને રોશની નીચે એકલી હતી. આ સમયે તેણે પંખાના હૂક પર દુપટ્ટો બાંધી ગળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી.

આ અંગે માંજલપુર પોલીસે તપાસ હાથ ધરતા યુવતી પાસે કોઇ અંતિમચિઠ્ઠી મળી ન હતી. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું  હતું કે છેલ્લા બે દિવસથી રોશની ગુમસુમ રહેતી હતી.

(5:18 pm IST)