Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

વડોદરામાં એટીએમ મશીનમાં નાણાં નાખવાનું કામ કરતા બે ઓપરેટર 6.45 લાખની ઉચાપત કરી ફરાર

વડોદરા:એટીએમ મશીનમાં નાણા નાખવાનું કામ કરતા બે એટીએમ ઓપરેટરોએ  કંપની ની જાણ બહાર બારોબાર 6.45 લાખ ઉપરાંતની ઉચાપત કરતા કંપનીના ડેપ્યુટી મેનેજર ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે પોલીસે બન્ને કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

મુંબઈની સિક્યોર વેલ્યુ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીની અમદાવાદ શહેરમાં આવેલી શાખાના  ડેપ્યુટી મેનેજરે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે. અમારી કંપની એટીએમ મશીનમાં નાણાં નાખવાનું કામ કરે છે. જેમાં એટીએમ ઓપરેટર તરીકે નરેન્દ્ર નટુભાઇ પરમાર (રહે -લાંભવેલ ,બાકરોલ રોડ, આણંદ) તથા મેહુલકુમાર રાઠવા (રહે -પોલીસ હેડ કવાટર્સ, છાણી જકાત નાકા ,વડોદરા ) નોકરી કરતા હતા. કંપની દ્વારા જૂન મહિનાનો ઓડિટ કરાવતા જાણવા મળ્યું હતું કે અલગ-અલગ એટીએમમાંથી કેટલાક રૂપિયાની ઉચાપત થઇ છે. કુલ 12 એટીએમમાંથી 6,61,300 રૂપિયાની ઉચાપત બહાર આવતા બંને કર્મચારીઓએ ઉચાપતની કબૂલાત કરી લેખિત બાહેધરી આપી 20 હજાર કંપનીમાં પરત જમા કરાવ્યા હતા.

(5:18 pm IST)