Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

અમદાવાદના જમાલપુરમાં વ્યાજે આપેલ પૈસાની ઉઘરાણી કરી યુવક પર ઘાતકી હુમલો કરનાર પાંચ ભાઈઓ વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ:   જમાલપુરમાં ૩૦ ટકા રૃપિયા ૨.૫૦  લાખ  વ્યાજે આપીને વ્યાજ સાથે રૃપિયા ચૂકવ્યા હતા છતાં આરોપીઓ પઠાણી ઉઘરાણી કરીને યુવક પર ઘાતક હુમલો કર્યો હતો, આ કેસમાં પાંચ સગા ભાઇ સામે ધી ગુજરાત મની લેન્ડર્સ એક્ટ હેઠળ ગુનો નોધીને તપાસ હાથ કરી હતી. જેમાં આરોપીઓના ઘરમાંથી  છ તલવારોે મળી આવી હતી, આજે ગાયકવાડ હવેલી પોલીસે પાંચ સગા ભાઇની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વિગત મુજબ આસ્ટોડિયા છીપા વાસમાં રહેતા અને સાહિલ ડાઇંગ તથા પ્રિન્ટનો વ્યવસાય કરતા  ઇરફાનભાઇ મોહમંુદભાઇ છીપાએ ગાયકવાડ હલેવી પોલીસ સ્ટેશનમાં મોટા બંબા જમાલપુરમાં રહેતા સોહેલ પઠાણ તથા અબરાર પઠાણ સામે ફરિયાદ નોધાવી છે કે  તા. ૬ના રોજ ૯ વાગે તેઓ વ્હોરવાડમાં હાજર હતા ત્યારે ઉપરોક્ત બન્ને શખ્સો ત્યાં આવ્યા હતા અન ેપૈસાની લેતી દેતી બાબતે  તકરાર કરી હતી અને માથામાં છરીનો ઘા માર્યા મારતાં ફરિયાદી નીચે પડી જતાં ઢોર માર મારીને આરોપી નાસી ગયા હતા.  આ ઘટના બાદ આસ્ટોડિયા  ચકલા ખાતે મોટી વ્હોર વાડાંમાં રહેતા અસલમભાઇ ભાટી (છીપા)એ આસ્ટોડિયા મોટા બંબા ખાતે રહેતા અબરાર યુનુસખાન પઠાણ અને સોહીલ યુનુસખાન પઠાણ સામે ફરિયાદ નોધાવી હતી કે ગયા વર્ષે રૃપિયાની જરિયાત હોવાથી આ સોહીલ તથા અબરાર પઠાણ પાસેથી રૃા. ૨.૫૦ લાખ ૩૦ ટકા વ્યાજે લીધા હતા તેના સામે કોરા ચેકો મેળવી લીધા હતા,  આ રૃપિયા પરત આપી દીધા હતા તેમ છતાં આઠ હજાર બાકી હોવાની વાત કરતા હતા. રૃપિયાની લેતી દેતીમાં ફરિયાદીના માસા ઇરફાન સાથે તા. ૬ના રોજ તકરાર કરીને મારામારી કરી હતી. આ બનાવ બાદ પોલીસે આરોપીના ઘરે તપાસ કરતાં તેમના ઘરમાંથી છ તલવાર મળી આવી હતી. ગાયકવાડ હલેવી પોલીસે આજે આ કેસમાં સોહેલ પઠાણ અને અબરારખાન તથા ઉવશખાન તેમજ ફરાહાનખાન તથા તબરેજખાન પઠાણની ધરપકડ કરી છે.

 

(5:17 pm IST)