Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

દ્વારકા કિનારે મળેલ ભેદી ટેગ,ટેકનિકલ ખામી સર્જાતા અહી લાવવામાં આવ્યું છે

રાજકોટ રેન્જ વડા સંદીપસિહ અને દ્વારકા એસપી સુનિલ જોશી 'અકિલા' સમક્ષ ભેદભરમ પરથી પડદો હટાવે છે : મોટા જહાજને ખેંચવાનું કાર્ય કરે તેને ટેગ કહે છે, કોલસો,સિમેન્ટ હેરફેર કરતી કંપનીના દસ્તાવેજો ચકાસાયા,વિશેષ પૂરાવા સાથે એસપી ઓફિસ દ્વારા રૂબરૂ આવવા આદેશઃ સ્ટેટ આઇબી લોકલ આઇબી સાથે સતત સંપર્કમાં હતી. જવાબદાર અધિકારીઓ તથા આઇબી વડાં પળે પળની વિગતો મેળવતા હતા

રાજકોટ તા.૧૩, દ્વારકાના ગોમતી ઘાટના મંદિર પાછળ દરિયા કિનારે ભેદભર્યા સંજોગોમાં મળી આવેલ ટેગ અર્થાત મોટા જહાજને ખેંચે તે પ્રકારનું જહાજ દેખા દેતા જ રાજકોટ રેન્જ વડા સંદીપસિહ અને દ્વારકા એસપી સુનિલ જોષી ટીમ સક્રિય રોતે ભેદ ખોલવા કાર્યરત બની હતી. આ સાથે ગુજરાત સ્ટેટ આઇબી પણ સાવધ બની પોતાના લોકલ યુનિટ પાસેથી તમામ માહિતી મેળવી ગુપ્તચર વડા સહિત જવાબદાર અફસરો સતત સંકલન જાળવી રહ્યા હતા.

 દરમિયાન રાજકોટ રેન્જ વડા સંદીપ સિહ અને દ્વારકા એસપી સુનિલ જોષી દ્વારા 'અકિલા' સમક્ષ ભેદ પરથી પડદો હટાવતા જણાવેલ કે, ઉકત ટેગ કોલસા અને સિમેન્ટ ભરવાનું કાર્ય કરે છે. ટેકનિકલ કારણ સર્જાતા તે સિક્કા લાવવામાં આવેલ. ઉકત કંપની પાસેથી તમામ ચકાસણી કરી છે. વિશેષ પુરાવા માટે તમામ સાહિત્ય અને રેકોર્ડ સાથે એસપી ઓફિસે આવવા સૂચના આપવામાં આવી છે. આ મામલે કોઈ કચાસ નહિ રાખવામાં આવે તેમ સંદીપ સિહ અને સુનિલ જોષી દ્વારા ભારપૂર્વક 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવવામાં આવેલ છે.

(4:26 pm IST)