Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

અમદાવાદને ધણધણાવવાનું ષડયંત્ર ? દેશી બનાવટના ૪ બોમ્બ સાથે એક વ્યકિતની ધરપકડ

અમદાવાદ : રથયાત્રા પુર્વે અમદાવાદમાંથી ૪ દેશી બોંબ અને એક ધારદાર છરો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ બારામાં ક્રાઇમબ્રાંચે એક શખ્સની ધરપકડ કરી છે. તમાકુના ડબામાંથી ૪ બોંબ મળી આવ્યા છે. હાલ આ શખ્સની ઉંડાણપુર્વક પુછપરછ ચાલુ છેઃ દાણી લીમડા તરફ રીવર ફ્રન્ટની ફુટપાથ પર એક શખ્સ ૪ બોમ્બ લઇને જતો હોવાની બાતમી મળતા ક્રાઇમબ્રાંચે ત્રાટકી તેને ઝડપી લીધો હતો. તે પછી બોમ્બ સ્કવોડને બોલાવી દેશી બોંબને નિષ્ક્રીય કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં આરોપીના ઇરાદા શું હતા ? ૪ દેશી બોમ્બ લઇ શું કરવાનો હતો એ બાબતે તેની પુછપરછ શરૂ થઇ છે.આ બાબતે ક્રાઇમબ્રાંચના વડા પ્રેમવીરસિંહનો સંપર્ક સાધતા તેમણે એવું જણાવ્યું હતું કે દરિયાપુર વિસ્તારમાં પોતાના પૈસા લેનારી વ્યકિતને ઇજા પહોંચાડવા માટે બોમ્બ બનાવ્યો હતો તેવું પ્રાથમિક પુછપરછમાં જણાવ્યું હતુ. તેણે ફટાકડાના બોમ્બમાંથી તેને તમાકુના ડબામાં ભરી અન્ય પદાર્થ પોતાની રીતે ભરી સામેની વ્યકિતને ડરાવવા માંગતો હતો. ઉકત બાબતની જાણ થતા ક્રાઇમબ્રાંચના વડાએ ખાસ ટીમો મોકલી તેને ઝડપી લીધો હતો.

(4:25 pm IST)