Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

સરદાર સરોવર નર્મદા બંધમાં ૧૨૩.૩૮ મીટર લેવલમાં પાણીના જથ્થાનો સંગ્રહઃ સુજલામ સુફલામ અને સૌની યોજના અંતર્ગત પાણીનું વિતરણ કરાશેઃ નીતિનભાઈ પટેલ

રાજકોટ, તા. ૧૩ :. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, આજે ગુરૂવારની સ્થિતિએ સરદાર સરોવર નર્મદા બંધમાં ૧૨૩.૩૮ મીટર લેવલ પાણીના જથ્થાનો સંગ્રહ થયેલ છે. આ પાણીનો યોગ્ય વપરાશ કરવા તથા ઉનાળાની સીઝનમાં પાણીની જરૂરીયાત સંતોષવા ઉપયોગમાં લેવામાં આવશે.

નીતિનભાઈ પટેલે વધુમાં જણાવ્યુ કે નર્મદા કેનાલ દ્વારા ગામડાઓમાં તળાવો ભરવા, પશુઓ માટે પાણી પુરૂ પાડવું, સુજલામ સુફલામ, ફતેવાડી, ખારીકટ તથા સૌની યોજનામાં સિંચાઈ વિભાગની જરૂરીયાત પ્રમાણે નર્મદા યોજનાનું પાણી આપવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વધુમાં જણાવ્યુ છે કે હવે સિંચાઈ વિભાગ દ્વારા આ પાણી સુજલામ સુફલામ અને સૌની યોજના દ્વારા રાજ્યભરમાં જરૂર હશે ત્યાં આપવામાં આવશે. જેનો લાભ ખેડૂતો અને પશુપાલકોને થશે.

(3:38 pm IST)