Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ગુજરાતમાં કોરોનાના કારણે ૫૦ જૈન સાધુ-સાધ્વીઓ કાળધર્મ પામ્યા : ૬૦૦ ના રિપોર્ટ પોઝીટીવ

ચૈત્ર મહિનો ભારે સાબિત થયો : ખોરાક સંયમી માત્રામાં લેવાથી ઇમ્યુનિટીનું સ્તર ઓછ

રાજકોટ,તા. ૧૩ : રાજય માં કોરોના નું કાળચક્ર ફરી વળ્યું છે ત્યારે ૫૦થી વધુ જૈન સાધુ-સાધ્વી તથા આચાર્ય ભગવંતો કોરોના સંક્રમિત બની કાળધર્મ પામ્યા હોવાની વાત સામે આવતાજૈન સમાજ માં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. જૈનધર્મમાં સંયમી જીવનનું ખૂબ મહત્ત્વ છે અને ખોરાક સંયમી માત્રામાં લેવાથી આમેય સાધુ-સાધ્વીજીઓ તથા આચાર્યોમાં ઈમ્યુનિટીનું સ્તર ઓછું હોય છે. અનોખા આત્મબળના પ્રતાપે અત્યારસુધી તેઓ ટકી શકયા છે. એલોપથીના સાધનો પ્રત્યેના ખચકાટ અને સંયમી જીવનની અંગત આસ્થાને લીધે દ્યણીવાર જૈનાચાર્યોના ટ્રીટમેન્ટ લેવામાં મોડું થઈ જતું હોય છે ત્યારે આ ખોટ જૈન સમુદાય માટે કદી ન પૂરાનારી છે અને સમાજે સાચા માર્ગદર્શકો ગુમાવ્યા હોવાની લાગણી પ્રસરી ગઈ છે. એટલું જ નહીં પણ હાલ ૬૦૦દ્મક વધુ સાધુ-સાધ્વીઓ કોરોના પોઝિટિવ છે અને તેમનો વિવિધ કોવિડ સેન્ટરો તથા આઈસોલેશન સેન્ટરોમાં ઈલાજ ચાલી રહ્યો છે.જૈન સમાજના અત્યંત આદરપાત્ર અને પૂજય એવા પંન્યાસ શ્રી નિપૂણચંદ્રવિ. મ. ઉપરાંત આચાર્ય શ્રી નિરંજનસાગરસૂરિજી મ. તથા આચાર્ય શ્રી પ્રસન્નકિર્તીસાગરસૂરિજી મ. ગત ચૈત્ર સુદ ૧૨ના રોજ કાળધર્મ પામ્યા હતા. જયારે આચાર્ય શ્રી અમૃતસાગરસૂરિજી મ. ચૈત્ર વદ ૭ના રોજ કાળધર્મ પામ્યા હોવાનું આ વાઈરલ યાદીમાં જણાવાયું છે. આટલા ટૂંકા ગાળામાં અલગ-અલગ સમુદાયના આટલા પ્રખર વિદ્વાન અને સમાજના માર્ગદર્શક એવા આચાર્યોની વસમી વિદાયથી જિનશાસનને કદી ન પૂરાય તેવી ખોટ પડી છે.

જૈન ધર્મ માટે આ ચૈત્ર મહિનો ભારે સાબિત થયો છે અને કોરોના માં ૫૦ કરતા વધુ જૈન સાધુ-સાધ્વી તથા આચાર્ય ભગવંતો ના નિધન થતા શોક ની લાગણી પ્રસરી છે.

દરમિયાન કાળધર્મ પામેલા સાધુ-સાધ્વીજીઓ તથા આચાર્ય ભગવંતોની એક યાદી વાઈરલ થઈ છે, જેને જૈન શ્રેષ્ઠીઓ અને સમાજના અગ્રણીઓ સમર્થન આપ્યું હતું.

(3:34 pm IST)