Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

પહેલા પાર્કિંગની જગ્યા દર્શાવો, પછી કારની ખરીદી કરો: અમદાવાદ મનપા નવી પાર્કિંગ નીતિ જાહેર કરશે

રોડ પર રાત્રિના સમયે પાર્કિંગ ચાર્જ આપવો પડશે, રહેઠાણ વિસ્તારોના રસ્તાઓ પર પાર્કિંગ ઝોન નક્કી કરાશે.

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પાર્કીંગ નીતિઓ તૈયાર કરાઇ છે. આ નીતિ અન્વયે લોકોએ કાર ખરીદી કરતા પહેલા પાર્કિંગની જગ્યા બાબતે ખાતરી આપવાની રહેશે. નિગમ દ્વારા જાહેર સ્થળોએ વધારે સમય માટે પાર્કિંગ બંધ કરવાનું પણ નક્કી કરાયું છે. આ પોલિસી એપ્રિલના અંતિમ અઠવાડિયામાં પ્રકાશિત થઈ હતી. જે અંગે વિસ્તુત અહેવાલ બુધવારે રજુ કરાયો છે.

આ નીતિ અંતર્ગત, સામાન્ય પાર્કિગ માટે માસિક અથવા વાર્ષિક પરમિટ આપવાનું આયોજન છે. AMCની આ યોજનામાં સોસાયટી બહાર રોડ પર થતા પાર્કિંગને પરમિટ આપવાનો પણ છે.

2017માં કેન્દ્ર અને રાજય સરકારે નવા નિયમોને લાગુ કરવાની ઘોષણા કરી હતી. જે અનુસંધાને નવા વાહનમાલિકોને આ પ્રમાણ આપવું અનિવાર્ય કર્યું છેકે તેમની પાસે પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ છે. એએમસી હવેથી પાર્કિંગની જગ્યાનું પ્રમાણ માંગવા માટે નિયમો, વિનિયમો અને દિશાનિર્દેશો નક્કી કરશે.

આ નવી નીતિ, પાર્કિંગ સ્થળને સમાન રીતે વિભાજીત કરે છે. જેમાં કહેવામાં આવ્યું છેકે અમદાવાદમાં પાર્કિગની જગ્યા ખુબ જ ઓછી છે. અને પાર્કિગની સુવિધાની અસમાન વિતરણને કારણે ઉપલબ્ધ જગ્યાનો યોગ્ય ઉપયોગ કરવાનો રહેશે. સીજી રોડ, આશ્રમ રોડ, પાલડી અને અન્ય વિસ્તારોમાં કે જયાં ઓફિસ અવરમાં પાર્કિંગની જગ્યાની માગ વધુ રહે છે. જયારે આ વિસ્તારોમાં સપ્તાહના અંતે પાર્કિંગની જગ્યાની માગ ઓછી હોય છે.

નવી નીતિ અનુસાર ઓફિસ, મોટા કાર્યાલય, શાળા, બેંકો, વ્યાવસાયિક પાર્ક, મોલ અને ઉદ્યાનોમાં પાર્કિંગની માંગ સતત રહેતી હોય છે. જેના નિવારણ માટે પણ નવી નીતિમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તદુપરાંત, નવા મકાનો અને એકબીજાની નજીકના સ્થળોએ પાર્કિંગ સ્થાનની વહેંચણી કરવી જરૂરી છે. આ સંબંધિત સમસ્યાને એએમસીના અધિકારીઓ દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આપશે.

શહેરમાં સાર્વજનિક પરિવહન માટે પણ દિશાનિર્દેશો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ટેક્સીચાલકો, ઓટોરિક્ષાચાલકો અને ટ્રકચાલકો માટે મફત ઓન-સ્ટ્રીટ સ્પોટ નામાંકિત કરાશે. જેમાં અન્ય વાહનોને પ્રવેશ અપાશે નહીં. તો શહેરમાં પરિવહન નિગમે પહેલેથી જ ઓટોરિક્ષાઓ માટે 3,955 પાર્કિંગ સ્થળો નક્કી કરી લીધા છે.

નવી નીતિ અંતર્ગત કેવી રીતે થશે પાર્કિંગ સમસ્યા હલ ?

1) ખાનગી મોટી ઇમારતો પાર્કિગ સ્થળોને નક્કી કરી શકે છે, જે પોતાની જગ્યાને અન્ય વાહનો માટે ઉધાર આપી શકે છે.
2) હવેથી રોડ પર રાત્રિના સમયે પાર્કિંગ ચાર્જ આપવો પડશે, રહેઠાણ વિસ્તારોના રસ્તાઓ પર પાર્કિંગ ઝોન નક્કી કરાશે.
3) વાણિજ્ય સંસ્થાઓમાં પાર્કિંગ માટે 40 ટકા કર્મચારીઓ માટે અને 60 ટકા સામાન્ય જનતા માટે રહેશે.
4) વાણિજ્ય સંસ્થાઓમાં એએમસી પાર્કિગ ઝોન સ્લોટ ખરીદી શકે છે.
5) પોલિસીને લાગુ કરવા માટે અલગ પાર્કિંગ સેલ બનશે.
6) ટેક્સી અને ઓટોચાલકો નિર્ધારિત સ્ટેન્ડ પર જ વાહનો રાખી શકશે. જેમને રોડ પર પાર્કિંગ કરવાની અનુમતિ ન મળે.
7) મેટ્રો રેલવે સ્ટેશનમાં જાહેર પરિવહનની જગ્યા પર પાર્કીંગ ફીની સુવિધા રહેશે.
8) ભારે વાહનોના આવાગમનની જરૂરિયાતવાળા વેપારીઓને શહેરથી દૂર પાર્કિંગ આપવા માટે પ્રોત્સાહિત કરાશે.

(2:18 pm IST)
  • કર્ણાટક હાઈકોર્ટે ગુરુવારે રાજ્યમાં કોરોના રસીની અછત અને લોકોને બીજો ડોઝ મેળવવામાં વિલંબ થતો હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ અભય ઓકા અને ન્યાયાધીશ અરવિંદ કુમારની ખંડપીઠે કહ્યું હતું કે રાજ્યમાં માત્ર 11 લાખ રસીઓ બાકી છે, જ્યારે 31 લાખ લોકો રસીના બીજા ડોઝ માટે કતારમાં ઉભા છે. હાઈકોર્ટે રસીની તીવ્ર ઉણપને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો હતો કે શું રસીનો બીજો ડોઝ લેવો એ મૂળભૂત અધિકાર નથી? access_time 10:48 pm IST

  • કાલે ઈદ : ગઈકાલ બુધવાર સાંજે ૨૯માં રોઝાના દિવસે ચંદ્રદર્શન નહિં થતા ભારતભરમાં આજે રમઝાન માસનો ૩૦મો રોઝો છે અને કાલે શુક્રવારે ઈદુલફિત્ર ઉજવવામાં આવનાર છે. access_time 3:41 pm IST

  • પશ્ચિમ બંગાળના હાબરા ખાતે વધુ એક ભારતીય જનતા પક્ષના કાર્યકર ઉપર હુમલો થયો છે. માતા અને પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો. મકાનમાં થયેલી ભાંગફોડ અને હેબતાઈ ગયેલ પરિવાર નજરે પડે છે. ટ્વિટર ઉપર વાયરલ થયેલ વિડિયો access_time 12:34 am IST