Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

વિસનગર બાદ પાટણ માર્કેટ યાર્ડ પણ આગામી 18 મે સુધી બંધ રહેશે

તમામ જણસીની હરાજી તેમજ વહીવટી કામગીરી એક સપ્તાહ માટે બંધ રહેશે

પાટણઃ ગુજરાતમાં રૂપાણી સરકાર દ્વારા મિનિ લોકડાઉન આગામી 18મી મે સુધી લંબાવવામાં આવ્યું છે. જેને પગલે 36 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ અને પ્રતિબંધો યથાવત રહે છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં બીજા માર્કેટિંગ યાર્ડ દ્વારા સરકારના આંશિક બંધમાં જોડાવાની જાહેરાત કરવામમાં આવી છે.

પાટણ માર્કેટ યાર્ડ પણ આગામી 18 મે સુધી બંધ રહેશે. માર્કેટ યાર્ડમાં તમામ જણસીની હરાજી તેમજ વહીવટી કામગીરી એક સપ્તાહ માટે બંધ રહેશે. કોરોના મહામારીને અટકાવવા માટે વેપારીઓએ નિર્ણય લીધો છે. સરકારના આંશિક બંધમાં પાટણ માર્કેટ યાર્ડ જોડાયું છે.

આ અગાઉ વિસનગર એપીએમસીમા હરાજીનું કામકાજ 18 મે સુધી બંધ રહેશે. પહેલા 12 મે સુધી હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું. સરકારની ગાઈડલાઇન મુજબ હવે 18 મે સુધી હરાજીનું કામકાજ બંધ રહેશે.

(11:41 am IST)