Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

અમદાવાદ જામા મસ્જિદ ઈદ નિમિત્તે નમાજ બંધ રાખવાનો નિર્ણય : ઘરમાં જ નમાજ પઢવા અપીલ

ઈમામ શબ્બીર અહેમદે DCP મકરંદ ચૌહાણ સાથે મુલાકાત કરી: ઈદ નિમિત્તે જામા મસ્જિદમાં નહિ આવવા અપીલ કરી

અમદાવાદ : કોરોના સંક્રમણના કારણે અમદાવાદની જામા મસ્જિદ ખાતે ઈદ નિમિત્તે નમાજ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ઈદ નિમિત્તે જામા મસ્જિદમાં નમાજ પઢવામાં આવશે નહિં. જામા મસ્જિદના ઈમામ શબ્બીર અહેમદે DCP મકરંદ ચૌહાણ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં કોરોનાનું સંકરણ વધ્યું છે ત્યારે અમદાવાદમાં જામા મસ્જિદ ખાતે ઈદ નિમિત્તે નમાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદના તમામ મુસલમાનોને અપીલ કરી છે કે પોતાના ઘરમાં જ બે ટાઈમની નમાજ અદા કરે અને અલ્લાહની ઈબાદત કરે. તમામને વિનંતી કરી છે કે તેઓ ઈદ નિમિત્તે જામા મસ્જિદમાં ન આવે.

(12:48 am IST)
  • બુધવારે દિલ્હી સહિત દેશના કોઈ ભાગમાં ઇદનો ચાંદ જોવા મળ્યો નથી, તેથી ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર શુક્રવારે ઉજવવામાં આવશે અને 30 મુ અંતિમ રોજુ, ગુરુવારે થશે. ફતેપુરી મસ્જિદના શાહી ઇમામ મૌલાના મુફ્તી મુકર્રમે કહ્યું હતું કે ઈદનો ચાંદ દિલ્હી સહિત દેશના કોઈ પણ ભાગમાં જોવા મળ્યો નથી, તેથી ઇદનો તહેવાર 14 મે, શુક્રવારે ઉજવાશે. access_time 9:54 pm IST

  • રાજ્યના ત્રણ મોટા શહેરોમાં મ્યુકર માઇકોસિસના નવા કેસોથી ફફડાટ : મ્યુકર માઇકોસિસના રોગમાં ઈન્જેક્શનની પણ અછત: અમદાવાદ સિવિલમાં દર્દીઓ માટે અલાયદા પાંચ વોર્ડ શરૂ કરાયા : રાજ્યમાં અમદાવાદ, સુરત અને વડોદરમાં સૌથી વધારે કેસ access_time 11:09 am IST

  • કેન્દ્ર સરકારને આડે હાથે લેતા, કોરોના રસીકરણ અંગે બોમ્બે હાઈકોર્ટે બુધવારે કહ્યું હતું કે, જો કેન્દ્ર સરકારે કેટલાક મહિના પહેલા વરિષ્ઠ નાગરિકો માટે ડોર-ટુ-ડોર રસીકરણ શરૂ કર્યું હોત, તો ઘણા જાણીતા વ્યક્તિઓ સહિત અનેક લોકોનો જીવ બચાવી શકાયો હતો. મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણીની ખંડપીઠે કેન્દ્રને કહ્યું હતું કે, જ્યારે રસીકરણ કેન્દ્રોની મુલાકાત લેવામાં અસમર્થ વરિષ્ઠ નાગરિકોના જીવનનો પ્રશ્ન છે, ત્યારે ડોર-ટુ-ડોર રસીકરણ કાર્યક્રમ કેમ શરૂ કરાયો નથી? access_time 9:42 pm IST