Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

વલસાડ જિલ્લામાં પણ મ્યુકરમા ઇકોસિસના રોગે દેખા દીધી : જિલ્લામાં ૨૫થી વધુ કેસ

સિવિલ હોસ્પિટલમાં પણ આ રોગની સારવાર માટે અલાયદો વોર્ડ શરૂ કરાશે

વલસાડ જિલ્લામાં પણ મ્યુકરમાઇકોસિસના રોગે દેખા દીધી છે જિલ્લામાં ૨૫થી વધુ મ્યૂકર માઇસિસના કેસ જોવા મળી રહ્યા છે. હવે કોરોના પછી સાજા થયેલા દર્દીઓમાં માં રોગનું પ્રમાણ વધી રહ્યું છે. તેને કારણે આરોગ્ય વિભાગ માટે હવે મોટી આફત ઊભી થઇ છે. તેને પહોંચી વળવા માટે હવે અત્યારથી જ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની પ્રાઇવેટ હોસ્પિટલોને પણ મ્યુકરમાઈકોસિસ ના સારવાર માટે ગાઈડ લાઈન આપવામાં આવી છે.

સાથે જ વલસાડ સિવિલ હોસ્પિટલમાં પણ આ રોગ ની સારવાર માટે અલાયદો વોર્ડ શરૂ કરવા માં આવી રહ્યો છે.

જો કે આ રોગ ની ખર્ચાળ સારવાર માટે જરૂરી દવાઓ અને ઈન્જેકશન નો ઊણપ વર્તાય રહી છે. વલસાડ જિલ્લામાં પણ અત્યારે દવા અને ઇન્જેક્શન ના સારવાર માટે જરૂરી સુવિધાઓ અપૂરતી છે .આથી હવે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ સરકાર સમક્ષ મ્યુકરમાઈકોસિસ ની સારવાર માટે જરૂરી દવા અને ઇન્જેકશનના માંગ કરવામાં આવી છે. આમ વલસાડ જિલ્લામાં હવે કોરોનાની સાથે મયુકર ના રોગ એ પણ આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો કર્યો છે.
આ રોગના દર્દી ઓને 7000નું એક ઈન્જેક્શન એવા દિવસ દરમ્યાન પાંચ ઇન્જેક્શન ની જરૂરિયાત ઊભી થતી હોય છે. અ રોગની સારવાર ખુબ ખર્ચાળ છે.

આ રોગના લક્ષણોમાં મુખ્યત્વે એક બાજુનો ચહેરો સૂજી જવો, માથાનો દુ:ખાવો , નાક બંધ થવું કે સાઇનસની તકલીફ, મોંમાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો અને તેમાં વધારો થવો, આંખમાં દુ:ખાવો, દ્રષ્ટિ ઓછી થવી , તાવ,કફ , છાતીમાં દુ:ખાવો, શ્વાસ રૂંધાવો, પેટનો દુ:ખાવો, ઉબકા આવવા કે ઊલટી થવી, આંતરડામાં રક્તસ્ત્રાવ થવો જેવા લક્ષણો જોવા મળે છે.

મ્યુકર માઈકોસિસથી બચવા N95 માસ્ક પહેરવું, વધુ પડતી ધૂળ સાથેનો સંપર્ક ટાળવો, ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ-પાણીથી સાફ કરવો જરૂરી છે. મ્યુકરમાઈકોસિસના ઉપચાર માટે ફૂગ પ્રતિરોધક દવાઓ જેવી કે એમ્ફોટેરિસિન-બી, પોસાકોનાઝોલ કે ઇસાવ્યુકોનાઝોલ ઉપયોગી છે. મ્યુકર માઈકોસિસની સારવાર માટે શરીરના ફૂગ-સંક્રમિત સ્નાયુ-કોષને સર્જરીથી દૂર કરવા પડે છે.

(9:16 am IST)