Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

આખરે રાજપીપળા સિવિલ હોસ્પિટલને નવી શબ વાહિની મળતા વર્ષો બાદ મોટી રાહત થઈ

એક વર્ષ થી ખાનગી એજંસી પાસેથી કોન્ટ્રાક્ટની શબ વાહિની મેળવી ગાડું ગબળતું હતું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લા મથકે આવેલી એકમાત્ર રાજપીપળા સરકારી હોસ્પિટલને લાંબા સમય બાદ સરકારે નવી શબવાહીની ફાળવતા રાહત થઈ છે.

રાજપીપલા સિવિલ હોસ્પિટલને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે એક નવી શબવાહિની ફાળવી આપી છે જે અત્રે રાજપીપલા લાવવામાં આવી હતી ગયા વર્ષના માર્ચ માસથી શરુ થયેલ કોરોના મહામારી સાથે મોતની સંખ્યા પણ વધતી જતી જોઈ. શબવાહિનીની જરૂરિયાત ઉભી થઇ, અત્યાર સુધી હોસ્પિટલના સત્તાધીશો ખાનગી એજન્સીની શબવાહિની દ્વારા ગાડું ગબડાવતા હતા

 જોકે રાજપીપલાના શહેરીજનોની જરૂરિયાત માટે તો નગરપાલિકા પાસે શબવાહિની છે પણ તે કોરોના દર્દીના મૃતદેહ માટે મળી શકે તેમ ના હોય એકજ શબવાહિનીથી કામ ચાલતું હતું ત્યારે. કોવીડ હોસ્પિટલ પર મૃત્યુ ની સંખ્યા વધતા અને ક્યારેક એક શબવાહિનીમાં એક સાથે બે મૃત દેહો લઈ જવાની નોબત આવતા શબવાહિની ની જરૂરિયાત જણાતા આખરે નવી શબ વાહિની આવી જતા તંત્ર ને રાહત થઇ છે.

(11:26 pm IST)