Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ટીંબી ગામ પાસે પોલીસ કોન્સ્ટેબલ પાસેથી લૂંટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરનારા 8 વિરૂદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના ટિમ્બિ ગામના પાટિયા પાસે મો.સા.લઈ જતા પોલીસ કોન્સ્ટેબલને લૂંટવાના ઇરાદે આવેલા કેટલાક લોકો વિરુદ્ધ આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સંજયભાઈ અરવિંદભાઈ વલવી આમલેથા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોય પો.સ્ટે.ખાતેથી પોતાની મો.સા. લઈને પ્રતાપનગર ગામે પેટ્રોલીંગમાં જતા હતા તે વખતે રાત્રીના સમયે ટીંબી ગામના પાટીયા પાસે સ્નેહલભાઈ વસાવા રહે.ગામકુવા જેના બાપના નામ જણાયેલ નથી તે તથા  શીવાભાઈ વસાવા રહે. ગામકુવા જેના બાપનું નામ જણાયેલ નથી તથા બીજા અન્ય છ લોકો (તમામ રહે. ગામકુવા )એ તેમની મો.સા. રોકી લાકડીથી બરડાના ભાગે માર મારી પેન્ટના ખિસ્સામાં રાખેલ રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોનની લુંટ કરવાની કોશીષ કરી તેમની મો.સા. નં.જીજે .૧૬.બીડી .૩૩૮૪ ની ચાલુ કરીને તેના ઉપર બેસી ગામકુવા ગામ તરફ નાશવા લાગતા પો.કો. તથા જયેશભાઈ નારસીંગ ભાઈ તથા નિતીનભાઈ પારસીંગ ભાઈ એ તેમનો પીછો કરતા ગામકુવા ગામમાં જતા તેમની મો.સા. ને ઓવરટેક કરી રોકવાનો પ્રયત્ન કરતા તેઓ નાસી જતા આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(11:16 pm IST)