Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી જીન્સી વિલિયમની બદલી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજ્ય સરકારે  આજે ઉચ્ચ સનદી અધિકારીઓની બદલીના હુકમો કરતા નર્મદા જિલ્લા વિકાસ અધિકારીની પણ બદલી થવા પામી છે.

  પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે સનદી અધિકારીઓની સામુહિક બદલીના હુકમો કરતા નર્મદા ડીડીઓ જીન્સી વિલિયમ ની પણ બદલી થવા પામી છે અને તેમની જગ્યા એ મેરિટાઇમ બોર્ડ ના ઓએસડી પી ડી પલસાના (આઈ એ એસ ) નો નર્મદા ડીડીઓ તરીકે હુકમ કરવામાં આવ્યો છે

 અત્રે ઉલ્લેખનીય છે કે બદલી થનાર ડીડીઓ જિંનસી વિલિયમ લાંબી રજા  પર હોય ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક એલ એમ ડીંડોર ઈનચાર્જ ડીડીઓ તરીકે વહીવટ કરતા હતા.

(11:14 pm IST)