Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

રાજપીપળામાં સ્ટેટ સમયની ખખડધજ લાઈનોમાં વારંવાર ભંગાણ થતા બે દિવસથી પાણીનો કકળાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં પાણી,સફાઈ,રોડ સહિતની પાયાની સુવિધા બાબતે પાલીકા તંત્ર નિષ્ફળ ગયું હોય તેમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે જેમાં બે દિવસથી ફરી પાણીનો કકળાટ શરૂ થયો છે.

  રાજપીપળા શહેરમાં પીવાના પાણીની બે દિવસથી ગંભીર સમસ્યા ઉભી થઈ છે જેમાં મોટાભાગના વિસ્તારોમાં પાણીની તકલીફ જોવા મળી હોવાથી ગૃહિણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે,સ્ટેટ સમયની પાણીની કંડમ લાઈનોમાં વારંવાર ભંગાણ થતા પાલીકા દ્વારા થિંગડા મારવામાં આવે છે જેના કારણે પાઇપ લાઈનોમાં અળસીયા, સપના કણો સહિતના જીવ જંતુઓ ઘૂસી જતા લોકોને ઘરના નળો માં પણ આવા જીવ જંતુ નિકળવાની છાસવારે ફરીયાદો સંભળાઈ છે ત્યારે કોરોના કાળમાં અન્ય પાણી જન્ય રોગચાળો ફેલાઈ તેવો ભય લોકોને સતાવી રહ્યો છે.
હાલમાં કાર માઈકલ પુલ સહિતની ઘણી જગ્યાઓ પર પાણી લિકેઝ થતા માર્ગ ઉપર વહેતુ જોવા મળી રહ્યું છે જેમાં રોજનું લાખો લીટર પાણી બગડતા લોકોના ઘર માં પાણી નો ગંભીર કટોકટી ઉભી થઇ હોય પાલીકા તંત્ર આ બાબતે યોગ્ય કમગીરી કરાવે તે અત્યંત જરૂરી છે.
  આ બાબતે પાલીકા ના ઇજનેરે ભરતભાઇ અહિરે જણાવ્યું કે વીજ કંપની એ પાણીની લાઈન તોડી નાંખતા પાણીની સ્માસ્યા સર્જાઈ હતી એ લાઈન રિપરિંગ કરવા માટે અમે કાર માઈકલ પુલ પરની મુખ્ય લાઈન માંથી પાણી ખાલી કરી તૂટેલી લાઈન રીપેર કરવાના હોવાથી કાર માઈકલ પર પાણી વહેતુ કરાયું છે.

(11:12 pm IST)