Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ખેડૂતો માટે વરસાદી આફતના એંધાણ

કાલથી દક્ષિણ ગુજરાતમાં અને તા,16મીએ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

અમદાવાદ : કોરોના મહામારીને કારણે ખેડૂતો પહેલાથી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે . ત્યારે કમોસમી વરસાદ પણ ખેડૂતો માટે મોટી આફત લાવ્યો છે . આજે  જૂનાગઢના ભવનાથ તળેટીમાં વરસાદ થતા ખેડૂતોની ખેતપેદાશો બગડી છે . ત્યારે હવામાના વિભાગે આગાહી કરી છે કે ,તા,14 - 15 મેના રોજ દક્ષિણ ગુજરાતના તાપી , વલસાડ અને નર્મદા  જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે . તા,16 મેના રોજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર , અમરેલી અને જામનગરમાં વરસાદ પડી શકે છે .

(12:25 am IST)