Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ભારતની પાસે સમગ્ર દુનિયા સાથે સ્પર્ધા કરવાનું સામર્થ્ય છે

સંભાવનાઓનો અખૂટ ભંડર છે : ભાજપા પ્રદેશ અધ્યક્ષજીતુ વાઘાણી : સીતારામનની જાહેરાતો ગુજરાત ભાજપ દ્વારા આવકાર

અમદાવાદ,તા.૧૩ :  ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા રૃપિયા ૨૦ લાખ કરોડ ના વિશેષ આર્થિક પેકેજને સહર્ષ આવકારું છું, કોરોના મહામારીના આ સંકટના સમયમાં દેશવાસીઓના હિતમાં અને દેશની અર્થવ્યવસ્થા માટે સંજીવની રૃપ  આ ઐતિહાસિક નિર્ણય લેવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમનનો આભાર વ્યક્ત કરું છું. વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારત પાસે સમગ્ર વિશ્વ સાથે સ્પર્ધા કરવાનું સામર્થ્ય છે, સંભાવનાઓનો અખૂટ ભંડાર છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જણાવ્યાનુસાર ઈકોનોમી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી આધારિત સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ એમ આ પાંચ સ્તંભ ઉપર આત્મનિર્ભર ભારતનું નિર્માણ થવા જઇ રહ્યું છે. આવો આપણે સૌ લોકલ ને ગ્લોબલ બનાવીએ, વિશ્વને ભારતની સમર્થતા અને નવા ભારતનું દર્શન કરાવીએ.

             વાઘાણીએ જણાવ્યું હતું કે, વિશ્વના અન્ય દેશોની સાથે સાથે ભારત પણ કોરોનાનો ભોગ બન્યું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે લોકડાઉનના પ્રથમ તબક્કાના તુરંત બાદથી જ રૃપિયા ૧ લાખ ૭૦ હજાર કરોડ રૃપિયાનું પેકેજ જાહેર કર્યું હતું જેના અંતર્ગત ૪૧ કરોડ જનધન બેંક ખાતાઓમાં ડીબીટી ટ્રાન્સફર દ્વારા રાશિ જમા કરાવવામાં આવી હતી, તેમજ ૬૯ કરોડ ખાતાધારકોને ઘઉં ચોખા નું વિતરણ, દિવ્યાંગો, બુઝૂર્ગો, વિધવા બહેનોને આર્થિક સહાય, આઠ કરોડ ઉજ્વલા ઉપભોક્તાઓને મફતમાં ગેસ સિલિન્ડર, પીએમ કિસાન યોજના અંતર્ગત દેશના કરોડો ખેડૂતોના ખાતામાં ૨૦૦૦ રૃપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને જરૃરતમંદો સુધી સહાય પહોંચાડવા માં આવી હતી. વાઘાણીએ જણાવ્યું હતું કે, આજ રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા ૨૦ લાખ કરોડ રૃપિયાના આર્થિક સહાય પેકેજ અંતર્ગત સૂક્ષ્મ, લઘુ, મધ્યમ, ગૃહ તેમજ કુટીર ઉદ્યોગોને લગતી વિવિધ જાહેરાતો કરી છે તેનાથી ચોક્કસપણે આગામી સમયમાં સ્જીસ્ઈ સેક્ટરને વેગ મળશે, નવી રોજગારીનું સર્જન થશે.
            વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશના સૂક્ષ્મ, લઘુ, મધ્યમ, ગૃહ તેમજ કુટીર ઉદ્યોગો કે જે દેશના ૧૨ કરોડથી વધુ નાગરિકોને રોજગાર પૂરો પાડે છે તેમને ચાર વર્ષ માટે કોઈપણ જાતની ગેરંટી વગર રૃપિયા ૩ લાખ કરોડની લોન આપવાનો નિર્ણય દેશના એમએસએમઈ સેક્ટર ને મજબૂત બનાવશે, આ નિર્ણયથી આ સેક્ટરમાં કામ કરી રહેલા કર્મચારીઓની નોકરી, સુનિશ્ચિત થશે. આ જાહેરાત અંતર્ગત દેશના ૪૫ લાખ એમએસએમઈ ને ફાયદો થશે. વાઘાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે સંકટમાં ફસાયેલા એમએસએમઈ માટે ૨૦,૦૦૦ કરોડ રૃપિયા ની જાહેરાત કરી છે જેનાથી બે લાખથી વધુ એમએસએમઈ યુનિટને ફાયદો થશે, પૂરું આને કારણે તેમનું અટકેલું કામ આગળ વધશે. એટલું જ નહીં, જે એમએસએમઈ સારો કારોબાર કરી રહ્યા છે તેમને વધુ પ્રોત્સાહિત કરવા, તેમના આકાર ક્ષેત્રનો વિસ્તાર કરવા રૃપિયા ૫૦ હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે તેમજ રૃપિયા ૧૦ હજાર કરોડ ફંડસ ઓફ ફંડ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્જીસ્ઈ ને શેર બજારમાં લિસ્ટિંગ કરવા માટે પણ સરકાર દ્વારા મદદ કરવામાં આવશે. વાઘાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા મૂડીરોકાણ અને ટર્નઓવર ની મર્યાદા વધારવાથી એમએસએમઈ યુનિટનો કારોબાર વધશે તો પણ એમએસએમઈ અંતર્ગત મળતા ફાયદા મળતા રહેશે, જેનાથી સેક્ટરને ચોક્કસપણે પ્રોત્સાહન મળશે. આત્મનિર્ભર ભારતનું નિર્માણ મેક ઇન ઇન્ડિયા થી આગળ વધશે.

(9:31 pm IST)