Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

લોકડાઉનમાં પોઇચા બ્રિજ ખાતે ફરજ પર હાજર પીએસઆઇ પાઠકની માનવતા: ભૂખ્યાને ભોજન અને માસ્કનું વિતરણ કર્યું

નર્મદા પોલીસ વડા હિમકરસિંહ ના માર્ગદર્શન હેઠળ પોલીસ કામગીરીની સાથે સતત સેવા કાર્ય કરતા પીએસઆઇ પાઠ ને અનેક વખત સન્માન પણ મળ્યું છે.

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : હાલ કોરોના હાઉ વચ્ચે નર્મદા જિલ્લામાં વહીવટી તંત્ર ખડે પગે છે ત્યારે નર્મદા પોલીસ વડા હિમકર સિંહના માર્ગદર્શન અને સૂચના મુજબ ઘણા સમયથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરજ બજાવનાર પીએસઆઇ કે.કે.પાઠક હંમેશા સ્ટેચ્યુ પર આવનાર પ્રવાસીઓની મદદે આવી સરાહનીય કામગીરી કરવા બદલ તેમને અનેકવાર સન્માન પણ મળ્યું છે. અને નર્મદા પોલીસની કામગીરી સાથે લોકોનામાં સારી છાપ ઉભી કરતા આવ્યા છે પરંતુ હાલ સ્ટેચ્યુ બંધ હોય તેમની ફરજ પોઈચા પુલ પર છે ત્યાં પણ તેઓ લોકોને મદદરૂપ થઇ રહ્યા છે.

 પીએસઆઇ કે.કે.પાઠકે આજે પોઈચા પુલની તેમની ફરજ ઉપર લોકોને માસ્ક વિતરણ કરી સાથે કોરોના સંબંધિત જરૂરી સાવચેતી ની માહિતી આપી હતી ઉપરાંત ભૂખ્યા હોય તેવા રાહદારીઓને ભોજન ની વ્યવસ્થા પણ કરાવી હતી આમ તો બહારના જિલ્લામાંથી નર્મદામાં ફક્ત પાસ ધરાવતા લોકો તેમજ માલ વાહક વાહનોને જ પ્રવેશ મળે છે પરંતુ પાસ લઈ પોઈચા પુલથી રાજપીપળા તરફ આવતા લોકોને માસ્ક આપી સોસીયલ ડિસ્ટન્સ સહિતની કોરોનાને લગતી જરૂરી માહિતી આપી તેમજ કોઈ રાહદારી ભૂખ્યું જણાય તો તેને ભોજનની પણ વ્યવસ્થા કરી આપી હતી

 .નર્મદા જિલ્લો કોરોના મુક્ત રહે,કોઈ નવો પોઝીટીવ કેસ ન આવે તેની તકેદારી રાખી પી.એસ.આઈ કે.કે.પાઠક કડક અમલ કરાવી રહ્યા છે.જોકે આ પોલીસ કામગીરી સાથે તે સવકાર્ય પણ કરતા હોય હંમેશા નર્મદા પોલીસની કામગીરીના બહારથી આવતા લોકોએ વખાણ જ કર્યા છે.આમ PSI પાઠક નર્મદા પોલીસ તરફથી લોકઉપયોગી કામગીરી સાથે જરૂરતમંદો ની સહાય માટે પણ સતત તત્પર રહે છે.

(8:04 pm IST)