Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ભરૂચ-નર્મદાની તાલુકા-જિલ્લા પંચાયતોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ભાજપ સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી ઉચ્ચસ્તરીય તપાસ કરાવવા રજુઆત કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફાયરબ્રાન્ડ નેતા તરીકે ઓળખાય છે તે પોતાની સરકાર હોય કે અન્ય હોય પ્રજાના પ્રશ્નોને હંમેશા વાચા આપતા હોય છે નર્મદા અને ભરૂચ જિલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયતો કોંગ્રેસ તેમજ બિટીપી હસ્તક છે જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની લેખિત ફરિયાદ સાંસદ મનસુખભાઇ વસાવા એ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને કરી છે.

 આ ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે નર્મદા તેમજ ભરૂચ જિલ્લામાં તાલુકા તથા જિલ્લા પંચાયતો બિટીપી તથા કોંગ્રેસના ગઠબંધનની છે. ધારાસભ્યો પણ આદિવાસી વિધાનસભામાં બીટીપી કોંગ્રેસના છે જેના કારણે ગુજરાત પેટર્ન તથા અન્ય વિકાસની યોજનાઓનો અમલીકરણ તેઓ દ્વારા જ થાય છે જેનો પણ મને વાંધો નથી પરંતુ મોટા ભાગના કામોમાં ભ્રષ્ટાચાર થાય છે ગુજરાત પેટર્ન ની યોજનાઓનો લાભ આદિવાસીઓને મળવો જોઈએ તેના બદલે અમલીકરણ અધિકારીઓ તથા પદાધિકારી ઓ તથા તેમના વચેટિયાઓ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે કેટલાક અધિકારીઓની વિગતો અગાઉ આપ સાહેબને તથા મંત્રી ગણપતસિંહ વસાવાને પણ આપી હતી પરંતુ લોકડાઉનના સમયગાળામાં તેમને ગરબડો કરવાનું મોકળું મેદાન મળી ગયું છે તેથી બંને જિલ્લામાં તાલુકા તેમજ જિલ્લા પંચાયતમાં ચાલતા ભ્રષ્ટાચારની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવા વિનંતી છે.

 હાલ સાંસદના આવા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે મુખ્યમંત્રીને રજુઆત કરતા પત્રથી ભરૂચ તેમજ નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે.

(6:32 pm IST)