Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

તરબુચ તોડવાની અદાવત રાખી રાજપીપળાના ખેડુત પિતા-પુત્રો ઉપર જીવલેણ હુમલો

ફરિયાદી ખેડુત હોવાની સાથે એડવોકેટ પણ હોઈ હુમલાના વિરોધમા બાર એસોસિએશન નર્મદા દ્વારા આરોપીઓને વકીલ સેવા ન મળે તે માટે ઠરાવ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગત તા 2 મેં ના રોજ ફરિયાદી હેમંત મહેશભાઇ પટેલના કુંવરપુરા ગામના મણીનાગેશ્વર મંદિર પાસે આવેલા તરબુચના ખેતરમા કાલીયા સુભાષ અને વજેસીંગ વસાવા નામના વ્યક્તિઓ ગેરકાયદેસર પ્રવેશ કરીને તરબુચ તોડતાં હતાં, રખેવાળ રણજીતભાઈ વસાવાએ તેમને રોકતાં,આ લોકોએ રખેવાળને લાકડીથી ફટકાર્યો હતો,અને નાસી છૂટ્યા હતા.
 તા.5 મેં ના રોજ ફરિયાદી હેમંતભાઈ મહેશભાઇ કા.પટેલ અને તેમના પિતા મહેશભાઇ અને મોટાં ભાઈ ગૌરવ મહેશભાઇ કા.પટેલ કુંવરપુરા ખાતેના પોતાના ખેતરે તરબુચ તોડીને બજારમા વેચવાના કામ અર્થે સવારના પહોરમા મજુર માણસો અને વાહન લઈને ગયા હતા, અને તરબુચ તોડીને વાહનમા ભરી રહ્યાં હતાં તે દરમિયાન કાલીયાભાઈ સુભાષભાઈ વસાવા (રહે. કુંવરપુરા) ત્યાં આવી પહોંચ્યા હતા અને ફરિયાદીને કહ્યું હતું કે તે દિવસે મારા મામા વજેસીંગએ તારા ખેતરમાથી તરબુચ ખાઈ લીધું તો શું થઈ ગયું, લે તને એને પૈસા આપી દઉં, તેથી અમો એ કીધું કે રાત્રે શા માટે તરબુચ ખાવાં આવો છો. તેમ કહેતાં કાલિયા સુભાષ ઉશ્કેરાઈ ગયેલ અને ગમેતેમ ગાળો બોલવા લાગેલ મારાં પિતા અને ભાઈ વચ્ચે પડતા આરોપી ત્યાંથી જતો રહેલ અને થોડીવારમા વજેસીંગ સહીત અન્ય લોકોને હાથમાં  લાકડીઓના સપાટા લઈ બુમો પાડતા આવી ગયા હતા અને ફરીયાદી સહીત તેના ભાઈ અને પિતા ને મારવા લાગ્યા હતાં.

 આ મારામારીમા તરબુચ તોડવાનુ કામ કરતાં મજુરોએ વચ્ચે પડીને છોડાવ્યા હતા, અને આરોપીઓ નાસી ગયા હતા, તરબુચ ભરવા આવેલા વાહનના ડ્રાઈવરે પોલીસ કંટ્રોલ રુમમા ફોનથી જાણ કરી દેતાં, પી.સી.આર વાન આવી જતાં ઘવાયેલાઓને પહેલાં હોસ્પીટલ અને બાદમા પોલીસ સ્ટેશને ફરીયાદ દાખલ કરાવવા લઈ આવેલાં.

 ફરીયાદી વ્યવસાયે વકીલ હોવાથી આ વાતની જાણ વકીલ મંડળમા ફેલાઈ જતાં વકીલોમા કચવાટની લાગણી જન્મી હતી, અને ઠરાવ કરીને આરોપીઓના વકીલ તરીકે કોઈએ રહેવુ નહીં જો તેમ કરશે તો તેની સામે પગલાં લેવાનો ઠરાવ કરાવામાં આવ્યો હતો.હાલ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા

(6:18 pm IST)