Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

મહેસાણાની તુલસી બંગ્લોઝ સોસસિટીમાં લોકડાઉનના સમયમાં એકઠા થઇ રમતા 10 નબીરાને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા

મહેસાણા: શહેરના રાધનપુર રોડ ઉપર આવેલી તુલસી બંગ્લોઝ સોસાયટીમાં પોલીસે બાતમી આધારે ઓચિંતી રહેડ પાડીને લોકડાઉનમાં પણ જુગાર રમી રહેલા ૧૦ નબીરાઓની ધરપકડ કરી હતી. સ્થળેથી રૃ.૧૨૩૧૦નો મુદ્દામાલ કબજે કરીને પોલીસે ઝડપાયેલા આરોપીઓ વિરૃધ્ધ ગુનો દાનલ કરીને કાયદેસની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જે.ડી.પંડયા સહિતનો સ્ટાફ લોકડાઉનની અમલવારી સંદર્ભે પેટ્રોલીંગમાં હતો તે વખતે બાતમી મળી હતી કેમહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલ તુલસી બંગ્લોઝ સોસાયટીની અંદર છેવાડાના ભાગે પાણીની ટાંકીની પાસે જુગારધામ ધમધમી છે. તેના આધારે પોલીસની ટીમે અહિં ઓચિંતી રેડ પાડી હતી. અને અહીથી જુગાર રમી રહેલા મહેશ પરષોત્તમભાઇ પટેલ સહિત ૧૦ વ્યક્તિને ઝડપી લીધા હતા. જોકે આશ્રર્યજનક રીતે પોલીસે અહીંથી જુગાર રમવાના સાહિત્ય અને રોકડ મળી માત્ર ૧૨૩૧૦ની મત્તા હાથ લાગી હતી. મહેસાણા બી ડિવિઝન પોલીસે ઝડપાયેલા આરોપીઓ વિરૃધ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરીછે.

(6:08 pm IST)