Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

મહેસાણા જિલ્લામાં વધુ કોરોનાના 6 કેસ પોઝિટિવ આવતા તંત્રમાં વધુ દોડધામ જોવા મળી

મહેસાણા:સહિત ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મંગળવારે કડીમાં વિજાપુરમાં અને બેચરાજી તાલુકામાં કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવતા મહેસાણા જિલ્લામાં કુલ ૫૬ કેસો નોંધાયા છે. જેના પગલે આરોગ્ય તંત્રની ટીમો સક્રિય બની છે અને કોરોનાગ્રસ્ત વિસ્તારોને બફર ઝોન જાહેર કરવા અને લોકોની અવરજવર બંધ કરવાના હુકમ કરાયા છે. જ્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવેલા પરિવારના સભ્યોને ક્વોરોન્ટાઈન કરી તેમના સેમ્પલ લેવની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કડી તાલુકામાં સતત ત્રીજા દિવસે ત્રણ કેસોનો ઉમેરો થયો છે. જેમાં ચંડીગઢ વિસ્તારમાં રહેતા અનિલ નાનુભાઈ દંતાણી (૨૫)મલારપુરામાં રહેતા અમૃત પુંજાભાઈ રાવળ(૬૫) અને રણછોડપુરામાં રહેતા અક્ષય કિરીટભાઈ પટેલ(૨૨) નો સમાવેશ થાય છે. ઉપરાંત બેચરાજીમાં આવેલ બાલાજી સોસાયટીમાં રહેતા પૂનમબેન પંકજભાઈ પટેલ(૩૩) તેમજ માનવ પંકજભાઈ પટેલ(૦૩) અને વિજાપુરના મલાવ ગામના પરંતુ અમદાવાદના અસારવામાં રહેતા બારડ દશરથસિંહ લક્ષ્મણસિંહ(૬૫) ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

(6:08 pm IST)