Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

પાલનપુરમાં કેન્સરથી પીડિત હોવા છતાં પણ હોમગાર્ડ જવાન મહિલા ફરજ બજાવવા હાજર થયા

પાલનપુર:કોરોના વાયરસની મહામારીમાં દુનિયાભરમાં દેશો સપડાયા છે. કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા અને પોઝિટીવ રિપોર્ટ ધરાવા દર્દીઓની સારવાર માટે સરકાર દ્વારા સમગ્ર દેશમાં દિન-રાત પ્રયાસો ચાલી રહ્યા છે.

પાલનપુર ખાતે મહિલા હોમગાર્ડ જવાન તરીકે સેવા આપતા જમનાબેન રમેશભાઇ પરમારના યોગદાનની જમનાબેનને અંડાશયના કેન્સરની ગંભીર બિમારી હોવા છતાં તેઓ સમાજસેવા માટે અત્યારે હોમગાર્ડ જવાન તરીકે ડયુટી બજાવે છે. દોઢ વર્ષ પહેલા સ્ટર્લિન હોસ્પિટલ અમદાવાદમાં તેમણે ત્રણ ઓરપરેશન કરાવ્યા હતા. તેમજ અત્યારે પણ સ્ટર્લિન હોસ્પિટલ અમદાવાદની દવા ચાલે છે.

(6:07 pm IST)