Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

અમદાવાદના વેજલપુરમાં અગાસી પર સુતેલ કોન્સ્ટેબલની પુત્રી સાથે યુવકે છેડતી કરતા ગુનો દાખલ

અમદાવાદ:વેજલપુરમાં રહેતા હેડ કોન્સ્ટેબલ તેમના પત્ની અને દીકરી સાથે મકાનના ટેરેસ પર ઊંઘી રહ્યા હતા ત્યારે પડોશમાં રહેતા યુવકે છેડતી કરતા ઉઠી ગઈ હતી તેથી યુવક ભાગી ગયો હતો.

યુવતીએ તેના પિતાને જણાવ્યું હતું કે તે કોલેજ જતી હતી ત્યારે પણ યુવક તેનો પીછો કરી છેડતી કરતો હતો. ઉપરાંત તેની સાથે સંબંધ ના રાખું તો ફિનાઈલ પીને મરી જવાની ધમકી પણ આપતો હતો.

યુવતીનો પરિવાર યુવકના ઘરે ઠપકો આપવા જતાં તેમણે જાતિ વિષયક અપશબ્દો બોલીને ઝઘડો કર્યો હતો. જેથી યુવતીની માતાએ યુવક તથા તેના માતા-પિતા સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

(6:05 pm IST)