Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

અમદાવાદ મ્‍યુનિસિપલ કમિશનર વિજય નહેરા થોડા સમયમાં ફરી ચાર્જ સંભાળશેઃ અગાઉની તેમની ભૂમિકામાં સરકાર મોટો ફેરફાર કરશે

અમદાવાદ: અમદાવાદમાં AMC કમિશનર તરીકે વિજય નહેરા ફરી સત્તામાં આવી શકે છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કોઈપણ સમયે વિજય નેહરા પોતાનો ચાર્જ સંભાળી શકે છે.  પણ ચાર્જમાં આવ્યા બાદ વિજય નેહરાની સત્તા ઉપરઅનેક નિયંત્રણ આવી શકે છે. સૂત્રો દ્વારા માહિતી મળ્યા અનુસાર, અગાઉ તેઓ તમામ નિર્ણય સ્વતંત્ર રીતે કરતા હતા. ત્યારે હવે તેઓને વર્તમાન acs રાજીવ ગુપ્તાના હાથ નીચે કરવું પડશે. વિજય નેહરાનું કામ હાલમાં મુકેશ કુમાર કામ કરી રહ્યા છે તે મુજબ જ નિયંત્રિત રહેશે. નેહરાની ભૂમિકા  કેવી રહેશે તે અંગે હજી જાણવા મળ્યું નથી. વિજય નેહરાની અગાઉની ભૂમિકામાં સરકાર મોટો ફેરફાર કરશે.

થોડા દિવસ પહેલા રાજ્ય સરકારે તેઓને હોમ ક્વોરેન્ટાઈન કરવા મજબૂર કર્યા હતા. પરંતુ હવે વિજય નહેરા એએમસીમાં રિટર્ન થવાના છે. તાજેતરમા જ ખુદ વિજય નહેરાએ ટ્વિટ કરીને કહ્યુ હતું કે, તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેઓ જલ્દી જ કામ પર પરત ફરશે. ઉલ્લેખનીય છે કે, વિજય નહેરાને બદલે ઓફિસ મુકેશ કુમાર ચાર્જ આપવામાં આવ્યો હતો. 

જોકે, એએમસીમાં પરત આવ્યા બાદ વિજય નેહરાની ભૂમિકા નિયંત્રિત રહેશે તેવુ જાણવા મળ્યું છે. હવેથી તેઓ સ્વતંત્ર રીતે નિર્ણય નહિ લઈ શકે. 5 મેથી અત્યાર સુધી જેમ રાજીવ ગુપ્તાના આદેશથી કામ થતુ હતુ તેવી જ રીતે થશે. જોકે, સવાલ એ છે કે, હાલ સત્તાની ચાવી મુકેશ કુમારના હાથમાં છે, ત્યારે વિજય નહેરાને શું તેમના હાથ નીચે જ કામ કરવુ પડશે.

તો બીજી તરફ, જો વિજય નહેરાને હાલ કમિશનર પદે દૂર કરાય તો મોટો વિવાદ થઈ શકે છે. ત્યારે સવાલ એ છે તેમની કમગારીમાં કયા બદલાવ આવશે અને તેઓ મુકેશ કુમારની નીચે કામ કરી શકશે કે નહિ. તો વિજય નહેરા પાસે પણ કોઈ વિકલ્પ નથી. ચાર્જ સંભાળશે તો તેમની સ્વતંત્ર નિર્ણય કરવાના પાવર પર નિયંત્રણ આવશે. હજી સુધી એએમસીમાં જે પણ નિર્ણય લેવાઈ રહ્યા છે તે અધિકારીક સહી સાથેનો આદેશ પત્ર માત્ર રાજીવ ગુપ્તાની સહી સાથે જ જવા દેવામાં આવે છે. વિજય નહેરા હાજર થાય તો અગાઉની જેમ સ્વતંત્ર નિર્ણય લેવાની રીતીનિતિ પર કાપ આવી શકે છે.

(5:17 pm IST)