Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કેન્દ્રના પેકેજનો ત્વરિત અમલ કરાશે : ગુજરાતને ફરી આર્થિક રીતે ધબકતુ કરવા માટે હસમુખ અઢિયાના વડપણમાં સમિતિ

પાંચ સભ્યોની સમિતિ ૧ મહિનામાં ભલામણો સાથેનો અહેવાલ આપશે : એમ. થેન્નારાશન સભ્ય સચિવ

ગાંધીનગર તા. ૧૩ :.. રાજયના મુખ્યમંત્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે સરકારની વિવિધ વિગતો આપતા જણાવ્યું હતું કે મંત્રી મંડળની બેઠકમાં એક અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજયને આર્થિક રીતે પુનઃ ધબકતુ કરવા માટે કેન્દ્રના નાણા વિભાગના પૂર્વ સચિવ હસમુખ અઢીયાના વડપણમાં સમિતિ બનાવવામાં આવેલ છે. તે સમિતી હાલની નાણાકીય સ્થિતિ તેમજ બજેટ અને વેપાર - ઉદ્યોગને લગતા પાસાઓનો અભ્યાસ કરશે.

રાજયમાં વિકાસ ગાથા પુર ઝડપે આગળ વધે તે માટે ભારતના વડાપ્રધાન દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યુ તેમનો આભાર માન્યો હતો. આજે ૪ વાગે આ પેકેજની વિગતવાર જાહેરાત કરવામાં આવે પછી આ પેકેજનો લાભ નાના માણસ સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવશે ગુજરાતમાં કેન્દ્રના પેકેજનું વિપરીત અમલીકરણ કરવામાં આવશે.

આજે રાજયને આર્થિક નુકશાનીમાંથી બહાર કેમ કાઢવો, ઉપરાંત વિદેશી રોકાણકારોને ગુજરાત લાવવા ભલામણો કરી પોલીસી તૈયાર કરશે. અને તેના માટે રાજય સરકારે એક ઉચ્ચકક્ષાની કમીટીની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કમીટીના અધ્યક્ષ તરીકે ભારત સરકારના પૂર્વ નાણા સચિવ ડો. હસમુખ અઢીયાની આગેવાની હેઠળ એકસપર્ટ કમીટીની રચના કરવામાં આવી છે. તેઓ ગુજરાત કેડરના આઇ.એ.એસ. કક્ષાના નિવૃત અધિકારી છે.

આ કમીટીમાં પ્રો. રવિન્દ્ર ધોળકીયા, સીનિયર ટેક્ષ કન્સલન્ટન્સ, મુકેશ પટેલ સીનિયર નિવૃત આઇએએસ કિરીટ શેલત,  નાણા તજજ્ઞ પ્રદીપ શાહ અને ઉદ્યોગને લખતી બાબતના  એમ. થેન્ના રાશનની નિમણૂંક કરી છે.  થેન્ના રાશન સભ્ય સવિચ તરીકે રહેશે.

આ કમીટી કચેરીની પરિસ્થિતિમાં રાજય સરકારને પડેલ આર્થિક સંકટને ઝડપભેર બહાર કેમ લાવવો તેનો અહેવાલ તૈયાર કરશે. આ કમીટી પોતાનો અહેવાલ એક માસની અંદર આપશે. ગુજરાતને આર્થિક અને સામાજિક રીતે ફરી નંબર વન બનાવવા અભ્યાસ કરીને અહેવાલ આપશે.

આ ઉપરાંત પરપ્રાંતિઓને પોતાના વતન મોકલવા ટ્રેનો સતત ચાલુ રાખેલ છે અને કોઇપણ શ્રમિકને પોતાના વતની લાભથી વંચિત નહિ રખાય.

મુખ્યમંત્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે જણાવેલ કે શ્રમિકોને પોતાના વતનના રાજયમાં પહોંચાડવા માટે દેશમાં કુલ ૬૪૦ ટ્રેનો દોડાવવામાં આવી તે પૈકી ર૬ર ટ્રેન એકલા ગુજરાતમાંથી દોડી છે. આજે અમદાવાદથી ૧૦, સુરતથી ૧ર, રાજકોટથી ૪ સહિત વધુ ર૭ ટ્રેનો ઉપડશે. આજે રાત સુધીમાં માત્ર ટ્રેનથી જ પોતાના વતનમાં જનાર શ્રમિકોની સંખ્યા ૩.૭પ લાખ થઇ છે.

(4:00 pm IST)