Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

મીડિયા સામેના પડકારો અને પરિવર્તન અંગે અમદાવાદમાં યોજાયો આંતરરાષ્ટ્રીય વેબીનાર

અમદાવાદ તા. ૧૨ :  અમદાવાદમાં સ્થિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમ દ્વારા કોરોનાની મહામારી બાદ દેશ અને દુનિયાભરના મીડિયામાં ભવિષ્યમાં કેવા પ્રકારના પરિવર્તનો આવશે અને કેવા નવા પડકારો ઉત્પન્ન થશે તેના પર ચર્ચા કરવા માટે આંતરરાષ્ટ્રીય વેબીનારનું  આયોજન કરવામાં આવ્યું હતુ. આ ચર્ચામાં માટે  ડો. એ સૂર્યપ્રકાશ (ભૂતપૂર્વ  ચેરમેન પ્રસાર-ભારતી ),  ડો. રમેશ રાવ ( પ્રો. કોલમ્બિયા સ્ટેટ યુનિવર્સિટી યુએસએ ), ઉમેશ ઉપાધ્યાય (પ્રેસિડન્ટ એન્ડ મીડિયા ડિરેકટર, રિલાયન્સ) એ ભાગ લીધો હતો. ચર્ચાનું સૂત્ર સંચાલન એનઆઈએમસીજેના  નિયામક ડો. શિરીષ કાશીકરે કર્યુ હતુ.ખાસ કરીને વર્તમાન સ્થિતીમાં પ્રિન્ટ મીડિયા  અને ટેલિવિઝન મીડિયાનું સ્થાન કેવી રીતે ઓનલાઇન ન્યુઝ એપ/પોર્ટલ લઈ રહ્યા છે તેના પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. આજના ડીજીટલ અને સોશ્યિલ મીડિયાના યુગમાં ખુબ જ ઝડપથી ખોટા સમાચારો ફેલાય છે અને તેના લીધે કેવી અંધાધુંધી ફેલાય છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી. કોઇપણ સમાચાર વેરીફાઇ કરવા ઉપરાંત સરકારના ઓફીશયલ એકાઉન્ટ પર મેસેજ ચેક કરવા જોઈએ તેવું તારણ નિષ્ણાતોએ આપ્યું હતું. તેમ પ્રો. ડો. શશીકાન્ત ભગત (મો.૯૭૨૬૦ ૯૮૩૯૮) ની યાદીમાં જણાવાયુ છે.

(3:07 pm IST)