Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ઝાયડસ કેડિલા કોવિડ-૧૯ સ્વદેશી કીટ બનાવશેઃ એકસાથે ૯૦ સેમ્પલ ટેસ્ટ કરાશે

કોવિડ કવચ એલિશાનું મોરૈયા ખાતે ઉત્પાદન થશે

અમદાવાદઃ ગુજરાતની ફાર્માસ્યુટિકલ સેકટરની અગ્રણી કંપની ઝાયડસ  કેડિલા કોવિડ- ૧૯ માટે સૌપ્રથમ સ્વદેશી એન્ટિબોડી ટેસ્ટ કિટ ઉત્પાદક કંપની બનશે. ઝાયડસ કેડિલાની મોરૈયા ખાતેના પ્લાન્ટમાં આ ડાયાગ્નોસ્ટિક કિટ્સ તૈયાર કરાશે. કોવિડ-૧૯ માટે એન્ટિબોડી ડિટેકશન માટે પૂણેની ધી ઈન્ડિયન કાઉન્સિલ મેકિડલ રિસર્ચ નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીએ સફળતાપૂર્વક સ્વદેશી ટેસ્ટ ડેવલપ કરી છે.

આ ટેસ્ટને 'કોવિડ કવચ એલિશા'નામે ઓળખાય છે. ICMR NIV , પૂણેમાં કોવિડ િઁડટેકશન માટેની ટેકનોલોજી  ડેવલપ કરાયા પછી તેનું મોટાપાયે ઉત્પાદન કરવા માટે આ ટેકનોલોજી ઝાયડસ કેડિલાને ટ્રાન્સફર કરી છે. કેડિલા હેલ્થકેર લિમિટેડે, સેબી સમક્ષ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે.

આ ટેસ્ટ મુંબઈમાં બે સાઈટ પર કરાયા હતા અને તેમાં હાઈ સેન્સિટિવિટી અને વિશેષતા જોવા મળી છે. વધુમાં આ પરીક્ષણમાં ૨.૫ કલાકના ગાળામાં એક સાથે ૯૦ સેમ્પલના ટેસ્ટ કરી શકાશે. ઉપરાંત જિલ્લા સ્તરે પણ એલિશા બેઝડ ટેસ્િંટગ સરળતાથી કરી શકાશે. કોરોના વાયરસને કારણે ફેલાયેલા કોવિડ-૧૯ના રોગચાળામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે આવ્યું છે. ત્યારે આ ટેસ્ટ કિટ્સનું ઉત્પાદન કરવામાં આવનાર છે અને ગુજરાતમાં કોવિડના કેસ શોધી કાઢવા માટે  ટેસ્િંટગ- પરીક્ષણ કરવાનો વ્યાપ વધારવાની તાતી જરૂર છે.

(3:07 pm IST)