Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

પાટણ જીલ્લામાં કોરોનાથી પ્રથમ મોતઃ આરોગ્ય ટીમો દ્વારા સર્વે

પાટણ શહેરના ઇકબાલ ચોક વિસ્તારમાં મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ મોડી સાંજે જીલ્લા પોલિસ વડા અક્ષયરાજ મકવાણા અને પ્રાંત અધિકારી સ્વપ્નીલ ખરેએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી.

પાટણ તા. ૧૩: પાટણના પ્રથમ કોરોના પોઝીટીવ કેસનો ભોગ બનનાર મહિલાના મૃતદેહને કબ્રસ્તાનમાં લઇ જવા માટે રાત્રે નવ વાગ્યે શરતોને આધિન મંજુરી આપવામાં આવી હતી. ચારથી વધુ વ્યકિતઓને નહિ જવા તેમજ પીપીઇ કીટ પહેરી કબ્રસ્તાનમાં જવા આઠ ફુટની ઊંડાઇએ ખાડો ખોદી કબ્રસ્તાનમાં આઠ ફુટની ઉંડાઇએ દફન કરવાની સુચના અપાઇ હતી.

પાટણના રકતાવાડીની આ યુવતિ ખેંૅચની તકલીફ હતી. સોમવારે તકલીફ વધી જતા ૧૦૮ બોલાવીને ધારપુર હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી જયાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ હોસ્પિટલના સુત્રોના જણાવ્યા અનુસાર રાત્રે ૧ર વાગે તેનું મૃત્યુ થયું હતું. મૃત્યુ બાદ રીપોર્ટ કોરોના પ્રોજેટીવ આવ્યો હતો. પાટણ શહેરમાં લોકડાઉનના પ૦ દિવસે પ્રથમ મહિલાનો કેસ પોઝીટીવ આવ્યો તે પણ મૃત્યુ બાદ સમગ્ર શહેરમાં ભયની લાગણી રકનાવાળો ઇકબાલ ચોક રાજકાવાળો શીલ કરી દેવાયો છે.

જયારે કાલે સરસ્વતી તાલુકાના ભીલવણમાં વધુ એક કેસ પોઝેટીવ કેસ નોંધાતા સંખ્યા ર૮ ની થઇ ગઇ છે. જીલ્લામાં કોરોનાનું એ.પી. સેન્ટર ભીલવણ અને નેત્રા બન્યું છે. આ વ્યકિતઓ કોના સંપર્કમાં આવ્યા કયાં બહાર ગયા હતા કોને કોને મળ્યા હતા અનેક પુષ્ટિનો અને ક્રીસ્ટીઓ લેવા બાબતે આરોગ્યની ટીમો કામે લાગી ગઇ છે.

(2:55 pm IST)