Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

અમદાવાદમાં 29 શાક વાળા અને 10 કરિયાણાની દુકાન ધરાવતા વેપારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદઃ કોરોના હોટસ્પોટ બની ગયેલા અમદાવાદમાં છેલ્લા સરકારી આંકડા મુજબ નવા 267 કેસ અને 21 વધુ લોકોનાં મોત થયા છે  શહેરમાં અત્યાર સુધી કોરોનાનાં નવા 6353 દર્દીઓ નોંધાયા છે, જેમાંથી 1874 દર્દીઓ સાજા થયા છે, 421 દર્દીઓનાં મોત થઇ ગયા છે, કોરોનાને લઇને શહેરીજનોની ચિંતાઓ વધી રહી છે, ખાસ કરીને શહેરના રેડઝોન વિસ્તારોમાંના કેસ અને મોતનો આંકડો વધી રહ્યો છે, 15 મે પછી દુકાનો અને શાકભાજી વેચવાની છૂટની જાહેરાત કરાઇ છે, ત્યારે વધુ એક ચિંતાજનક સમાચાર એ છે કે શહેરમાં 29 શાકભાજી વેચનારા અને 10 કરિયાણાની દુકાનો ધરાવતા વેપારી કોરોના પોઝિટિવ બન્યાં છે.

   અમદાવાદ શહેરના અમરાઇવાડી, વેજલપુર, મણિનગર, જમાલપુર, અસારવા, સરસપુર, શાહપુર, સરખેજ, દાણીલીમડા, જોધપુર, વાડજ, રામોલ, નારણપુરા અને દરિયાપુર જેવા વિસ્તારોમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે, જેમાં 29 શાકભાજી વેચનારા ફેરિયા અને 10 કરિયાણાની દુકાન ધરાવતા વેપારીઓને કોરોના (covid-19) વાઇરસનો ચેપ લાગ્યો છે, આ લોકોના સંપર્કમાં આવેલા લોકોની માહિતી મેળવીને તેમને ક્વોરોન્ટાઇન કરવાનું કામ ચાલુ છે, ત્યારે તમારે પણ સાવચેતીથી બહાર જવું જોઇએ, માર્કેટ ખુલ્યાં પછી સેનેટાઇઝર અને માસ્કનો ઉપયોગ અવશ્ય કરવો જોઇએ, જરૂર હોય તો જ શાકભાજી કે અન્ય કોઇ વસ્તુની ખરીદી માટે બહાર નીકળવું જોઇએ.

(12:24 pm IST)